માંગરોળ તાલુકાનાં કોસંબાની MM કરોડીયા પ્રાથમિક શાળાનાં 5 શિક્ષકોને કોરોનાં પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ બંધ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબાની MM કરોડીયા પ્રાથમિક શાળાનાં 5 શિક્ષકોને કોરોનાં પોઝીટીવ આવતાં શાળા સાત દિવસ બંધ રાખવા, માંગરોળનાં પ્રાથમિક શિક્ષણા અધિકારી એ આદેશ આપ્યા છે. હાલમાં ધોરણ 6,7,8 નાં વર્ગો ચાલે છે, આ વર્ગોનું સાત દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. શાળાનાં અન્ય શિક્ષકોને કોરોનાં ટેસ્ટ કરાવી લેવા,શિક્ષણ વિભાગે જણાવ્યું છે. એકી સાથે એક જ શાળાનાં 5 શિક્ષકો કોરોનાંની લપેટમાં આવતાં શિક્ષણ જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે.