અસલાલીમાં ઘાતકી હત્યા (બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી)ના ગુન્હાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ

Contact News Publisher

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): અસલાલી પો.સ્ટેમાં અસલાલી સર્કલ થી હાથીજણ જતા શ્યામ આઇકોન બિલ્ડીગની સામે રીંગ રોડ ઉપર ગઇ તા. ૦૩/૧૧/૨૦૧૯ ના રોજ બે સફેદ મીણિયા પ્લાસ્ટિકના કોથળામાં આશરે ૩૫ થી ૪૦ વર્ષના ઉમરના પુરૂષની અસંખ્ય કટકા કરેલી લાશ મળી આવેલ જેમાં બન્ને હાથના પંજા તથા માથુ ન હતું અને ગુપ્ત ભાગે સુન્નત કરેલ શિશ્ર્ન કાપી નાખેલ હાલતમાં મળી આવેલ, કોઇ અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર કોઇ અજ્ઞાત સ્થળે અજાણયા વ્યકિતની હત્યા કરી તેના નાના ટુકડા કરી ઓળખ છુપાવવા માથું અને બન્ને હાથના પંજા ગુમ કરી હત્યાનો ગુનો કરેલ જેથી અજાણ્યા ઇસમ વિરૂધ્ધ હત્યા અને પુરાવાના નાશ અંગે ગુનો અસલાલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ
ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગુનો શોધી કાઢવા માટે શ્રી આર.વી અસારી પોલીસ અધિક્ષકશ્રી, અમદાવાદ ગ્રામ્યના માર્ગદશર્નમાં અને શ્રી કે.ટી.કામરીયા,નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાણંદ વિભાગના સુપરવિઝનમાં સ્થાનિક પોલીસ , LCB,SOG, પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ -૪ ટીમો બનાવી હત્યાનો ગુનો શોધવા ચક્રો ગતિમાન કરેલ.
જેમાં સૈાપ્રથમ જે જગ્યાએ પાર્સલ મળી આવેલ તે અસલાલી સર્કલ પાસે રીંગરોડની આસ-પાસની જગ્યાના C.C.T.V ફુટેજ મેળવવા બે ટીમોને કામે લગાડવામાં આવેલ તેમજ બે ટીમોને અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્યના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા-૦૨/૧૧/૨૦૧૯ પછી કોઇ ગુમ થયેલ હોય તો તેની માહિતી મેળવવા સુચના આપેલ જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં તા-૦૨/૧૧/૨૦૧૯ ના રોજ સાકીરભાઇ અબ્દુલમલેક શેખ ઉ.વ-૪૦ રહે છોટાલાલની ચાલી મરીયમ બીબીની સામે, ગોમતીપુરનો ગુમ થયેલ જે અંગે ગુમ જાણવા જોગ દાખલ થયેલ ગુમ થયેલ વ્યકિતની ઉમર તથા ગુમ થવાનો સમય અને અસલાલી પોલીસ સ્ટેશનમાંથી મળી આવેલી લાશના સમય સાથે બંધબેસતા હોય જેથી ગુમ થનાર વ્યકિતના માતાપિતાના બ્લડના સેમ્પલ લઇને મળી આવેલ લાશના ટુકડાના લોહીના સેમ્પલ લઇ FSL દ્રારા D.N.A ટેસ્ટ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે D.N.Aનો રિપોર્ટ આવવા ઉપર બાકી છે.
જે જગ્યાએ થી લાશ મળી આવેલ તે જગ્યાની આસપાસના C.C.T.V ફુટેજ મેળવતા એક એકટીવા તથા તેમની પાછળ એક ઓટો રિક્ષા આવે છે. અને રિક્ષામાંથી પાર્સલ ઉતારી રિક્ષા યુ ટર્ન મારી અસલાલી સર્કલ તરફ ઓટો રિક્ષા જતી દેખાય છે. જેથી સ્પષ્ટ થયેલ કે આ પાર્સલો એક એકટીવામાં એક વ્યકિત તથા તેની પાછળ એક ઓટો રિક્ષામાં લાવી રીંગ રોડ ઉપર ઉતારી ગયેલ, જેથી બનાવ વાળી જગ્યા ઉપર જે તરફથી એકટીવા અને ઓટોરિક્ષા આવે તે રોડ ઉપરના C.C.T.V ફુટેજ ચેક કરાવતા આશરે ૧૦૦ C.C.T.V ફુટેજ તપાસવામાં આવેલ જેમાં L.C.B ટીમને ઇસનપુર ચાર રસ્તા પાસેના C.C.T.V ફુટેજ ચેક કરતા એક ઓટો રિક્ષા કલાક-૦૩/૫૫ વાગ્યે ઇસનપુર તરફથી આવીને નારોલ સર્કલ તરફ જતી દેખાયેલ અને તે જ ઓટો રિક્ષાની પાછળ એક એકટીવા પણ પસાર થતું દેખાયેલ જે C.C.T.V ફુટેજને એનલાર્જ કરી જોતા એકટીવાનો નંબર GJ-27-CG-6563 જોવા મળેલ અને ઓટો રિક્ષાનો નંબર GJ-01-TE-6069 જોવા મળેલ એકટીવા ના નંબર ઉપરથી માલીકની તપાસ કરવા માટે શ્રી ડી.એન. પટેલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.સી.બી તથા તેમની ટીમને કામ સોપવામાં આવેલ જેથી તપાસ કરતા આ એકટીવા મોહંમદ મતલુબ મોહંમદ ફારૂખ શેખ રહે, ગોમતી પુર અમદાવાદવાળાના નામે જણાય આવેલ અને આ મતલુબ અને ગુમ થનાર સાકીર બન્ને મિત્રો હતા અને પાર્ટનર શીપમાં કાપડનો ધંધો કરતા હતા. અને છેલ્લે ગુમ થનાર સાકીર મતલુબ પાસે હતો તે પ્રકારની વિગત ધ્યાનમાં આવેલ તેમજ ઓટો રિક્ષાના નંબર ઉપરથી માલીકની તપાસ કરતા આ ઓટો રિક્ષા શીવકુંજન શીતલા પ્રસાદ તિવારી રહે – નરોડા અમદાવાદના નામે જણાય આવેલ,અને ઓટોરિક્ષા અંગે પુછતા આ ઓટો રિક્ષા તેમણે યુસુફભાઇ ને ભાડે આપેલ જેથી યુસુફભાઇની તપાસ કરતા યુસુફભાઇ મળી આવેલ અને તેની પુછપરછ કરતા યુસુફભાઇએ જણાવેલ કે તે તા-૨,૩/૧૧/૨૦૧૯ ની રાત્રે ઓટો રિક્ષા લઇને ગોમતીપુર થી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ જતા હતા ત્યારે એક એકટીવા વાળા ભાઇ આવેલ અને તેમને રોકી ને પુછેલ કે અસલાલી આવવું છે. જેથી યુસુફભાઇએ હા પાડેલ જેથી તે ભાઇએ બે પાર્સલ છે. ૧૦૦ કીલો વજનના છે તેવું જણાવી રૂપિયા ૩૦૦/-નું ભાડું નક્કી કરેલ અને તે એકટીવા વાળાએ તેનું એકટીવા આગળ ચલાવેલ અને ઝુલતામીનારા પાસે એક મકાન પાસે લઇ ગયેલ અને ઓટોરિક્ષામાં તે ભાઇએ બે પાર્સલ મુકેલ અને ઓટોરિક્ષા અસલાલી તરફ લઇ લેવાનું કહેલ જેથી યુસુફભાઇ તેમની ઓટોરિક્ષા આગળ ચલાવેલ અને પાછળ એકટીવા વાળા ભાઇ આવતા હતા ઓટોરિક્ષા ઇસનપુર થઇને અસલાલી બ્રીજ ઉપર ચડતા એકટીવાવાળા ભાઇએ યુસુફને જણાવેલ કે આપણે રીંગરોડ ઉપર દિલ્હી તરફ લઇ લેવાની છે. જેથી યુસુફભાઇએ કીધું કે જયાં જવાનું હોય ત્યાં તમે આગળ એકટીવા ચલાવો હું પાછળ રિક્ષા લઇ લવું છું જેથી એકટીવાવાળા ભાઇએ એનું એકટીવા આગળ ચલાવેલ અને યુ-ટર્ન મારી સર્વિસ રોડ ઉપરથી લઇ અસલાલી સર્કલ બ્રીજ નીચેની જમણી બાજુ ટર્ન મારી દિલ્હી તરફ રીંગરોડ ઉપર શ્યામ આઇકોન બીલ્ડીંગ સામે રોડ ઉપર બે ટ્રકો ઉભી હતી ત્યાં ઉભુ રાખેલ જેથી યુસુફભાઇએ તેમની રિક્ષા ઉભી રાખેલ એ એકટીવાવાળા ભાઇએ બે પાર્સલ ઉતારી લીધેલ અને યુસુફભાઇને ભાડાના રૂપિયા ૩૦૦/- તથા રૂપિયા ૫૦/- ની ટીપ આપેલ બાદ યુસુફભાઇ તેની ઓટો રિક્ષા ત્યાંથી યુ-ટર્ન મારી લાંભા રોડ થઇ નારોલ તરફ જતા રહેલ વિગેરે મતલબની હકિકત જણાવતા તે અંગેનું રીકંન્ટ્રકસન પંચનામુ કરવામાં આવેલ અને રિક્ષા તથા એકટીવા કબ્જે કરવામાં આવેલ છે.આમ યુસુફભાઇની હકિકત આધારે આ ખુન એકટીવાવાળા ભાઇ મોહંમદ મતલુબ મોહંમદ ફારૂકે જ કરેલ છે તે સ્પષ્ટ થયેલ. જેથી
આ મોહંમદ મતલુબ મોહંમદ ફારૂકની તપાસ કરતા આ વ્યકિતગુનો કર્યા બાદ પોતે પકડાય ન જાય તે માટે તેમના વતન અમરોહા ઉત્તર પ્રદેશ તા-૦૪/૧૧/૨૦૧૯ ના રોજ જતો રહેલ હતો. આરોપીની ચોકક્ષ્કસ માહિતી માટે ડી.સી.બી ક્રાઇમ બ્રાન્ચ અ.વાદ શહેરની મદદ લઇ આરોપીની ચોક્કસ માહિતી મેળવવામાં આવેલ બાદ એક ટીમ તેમના વતન ઉત્તર પ્રદેશ રવાના કરેલ અને ત્યાં તપાસ કરતા હકિકત જાણવા મળેલ કે આ મતલુબ આજે ગો એર ફલાઇટમાં દિલ્હીથી અમદાવાદ આવી રહેલ છે.આ ફલાઇટ આરોપી દિલ્હીથી ક.૧૫/૩૦ વાગ્યે ફલાઇટમાં બેસેલ છે. અને અમદાવાદ એરપોર્ટ ઉપર ક.૧૭/૦૫ વાગે ઉતરનાર છે. જેથી LCB અને લોકલ પોલીસની ટીમ તથા ડી.સી.બી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ની ટીમને પણ એરપોર્ટ ઉપર હાજર રખાવેલ ગો એરની ફલાઇટ આવતા બન્ને ટીમોએ આરોપી એર પોર્ટની બહાર આવતા પકડી લીધેલ અને આરોપીની પુછપરછ કરેલ જેમાં આરોપીએ સાકીરને તેમના ઘરે બોલાવી પ્રથમ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારેલ બાદમાં આરોપીએ સાકીરનું માથુ તથા બન્ને હાથના પંજા કાપડ કાપવાની એક કટરથી કાપી અલગ કરેલ પછી સાકીરના આખા શરીર ના નાના ટુકડા કરી નાખેલ પછી એક બ્લુ કલરની પ્લાસ્ટીકની કોથળીમાં સાકીરનું માથુ તથા બન્ને હાથ મુકી પાર્સલ તૈયાર કરેલ બાકીના સાકીરના શરીરના નાના ટુકડા કરેલ તે બ્લુ કલરની પ્લાસ્ટીકની કોથળીમાં નાખી તેના બે પાર્સલ સફેદ પ્લાસ્ટીક (મીણીયા)ની કોથળીમાં નાખી દોરાથી જાતે થી સીવી તૈયાર કરેલ ત્યારબાદ તેમના બાથરૂમમાં નાહી –ધોઇ ને બીજા કપડા પહેરીને પ્રથમ સાકીરના બે મોબાઇલ ફોન સરસપુર એક કચરાની પેટીમાં નાખીને પરત ઘરે આવેલ બાદ રાત્રીના બારેક વાગ્યે આરોપી એક પાર્સલ જેમાં સાકીરનું માથું અને હાથના પંજા હતા તે પાર્સલ તથા સાકીરએ પહેરેલ કપડા જે લોહીવાળા હતા તે તથા આરોપીએ પહેરેલ કપડા એક પોટલું વાળી સાથે લઇ જઇ તેમના ઘર પાસેથી એક ઓટોરિક્ષા કરી રામોલ કેનાલ પાસે ગયેલ અને કેનાલમાં પાર્સલ અને કપડા ફેંકી દીધેલ બાદ તે ઓટો રિક્ષામાં પરત ઘરે આવેલ, ઘરે આવ્યા બાદ આરોપી તેમનું એકટીવા મો.સા લઇ ઘરની બહાર ઓટોરિક્ષા શોધવા ગયેલ અને એક ઓટોરિક્ષા મળી જતા બીજા બે પાર્સલ તેમના ઘરેથી ઓટોરિક્ષા મુકાવી અસલાલી રીંગરોડ ઉપર ઉતારવા ઓટોરિક્ષાનું રૂ ૩૦૦/-માં ભાડે કરી ઓટોરિક્ષા ડ્રાયવરને ઓટોરિક્ષા અસલાલી રીંગરોડ તરફ લઇ જવાનું કહી ઓટોરિક્ષા આગળ ચલાવેલી અને પોતે એકટીવા લઇને પાછળ ગયેલ, ઓટોરિક્ષા ઇસનપુર ચાર રસ્તા થઇ નારોલ સર્કલ થઇને અસલાલી બ્રીજ ક્રોસ કરતા તે ઓટોરિક્ષાની આગળ આવીને તેમની પાછળ રિક્ષા લઇ લેવાનું જણાવેલ અને ઓટોરિક્ષા અસલાલી બ્રીજ નીચેથી જમણી બાજુ દીલ્હી જવાના રીંગરોડ ઉપર લઇ જઇ એકટીવા ઉભું રાખી રિક્ષામાંથી બે પાર્સલ ઉતારેલ અને ઓટોરિક્ષાવાળાને રૂ ૩૦૦/- ભાડું તથા રૂ ૫૦/- ની બક્ષીસ આપેલ બાદ ઓટોરિક્ષાવાળા ભાઇ જતા રહેલ ત્યાર બાદ આરોપી પોતાનું એકટીવા લઇને પાર્સલ મુકીને તેમના ઘરે જઇને સુઇ ગયેલ વિગતે મતલબની આરોપીએ હકીકત જણાવેલ જે અગાઉ ઓટોરિક્ષા વાળા ડ્રાઇવર યુસુફભાઇએ જણાવેલ તેજ પ્રકારની હકીકત જણાવેલ છે. આમ આરોપી મતલુબએ તેમના ધંધાના ભાગીદાર સાકીરનું ઠંડા કલજે હત્યા કરી નાના નાના ટુકડા કરી ચાર પાર્સલમાં પેક કરી સાકીરના કપડા તથા આરોપીના કપડા રામોલ કેનાલમાં તથા અસલાલી રીંગરોડ ઉપર બીનવારસી મુકી દઇ ખુન કરી પુરાવાનો નાશ કરેલની કબુલાત કરેલ તેમજ તે કબુલાત મુજબ ગુના સંબંધી પુરાવા મળેલ છે. જેથી આરોપી મોહંમદ મતલુબ મોહમંદફારૂક શેખ ઉ.વ-૩૭ રહે-ગોમતીપુર વાળાને અસલાલી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર નં-૧૨૦/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૦૨,૨૦૧ ના ગુનામાં તા-૦૮/૧૧/૨૦૧૯ ના કલાક-૨૧/૧૫ વાગ્યે અટક કરવામાં આવેલ છે.
આરોપીના જણાવ્યા મુજબ સાકીરના બે મોબાઇલ ફોન તથા સાકીરનું માથું તથા બે હાથના પંજા,અને આરોપીના કપડા તેમજ સાકીરના કપડા જે જગ્યાએ ફેંકી દીધેલ તે જગ્યા ઉપર થી રીકવર કરવાની કાર્યવાહી ચાલુ છે.
આરોપીની કબુલાતમાં સાકીરનું ખુન કરવાનું મુખ્ય કારણ એ છે. કે આરોપી અને સાકીર ધંધામાં પાર્ટનર હતા જેમાં આરોપીએ સાકીરને રૂપિયા નવલાખ આપેલ બાદમાં સાકીર ધંધામાં કોઇ હીસાબ આપતો ન હતો અને સંપુર્ણ ધંધો સાકીરે પોતાની પાસે લઇ લીધેલ જેથી બન્ને વચ્ચે ખટરાગ થયેલી તેમજ આરોપી ને એક વ્યકિત દ્રારા જાણવા મળેલ કે સાકીર આરોપીનું ખુન કરાવવા માટે કોઇને સોપારી આપેલ છે. તેમજ સોપારી અંગે સાકીર બીજા સાથે ફોનમાં વાત કરતો હતો તે વાત આરોપી સાંભળી ગયેલ જેથી આરોપીએ નક્કી કરેલ કે સાકીરને તેમના ઘરે લઇ જઇ ખુન કરી લાશના નાના-નાના ટુકડા કરી માથું અને હાથના પંજા અલગ જગ્યાએ તથા બાકીના અંગો બીજી જગ્યા ફેંકી દઇ કોઇને ખબર ના પડે તે રીતે હત્યાનું પ્લાનીગ કરી હત્યાનો અંજામ આપેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other