માંગરોળ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક બાળક મોસાલી બજારમાંથી મળી આવતા, પોલીસે વાલીની શોધખોળ કરી, બાળક સુપ્રત કર્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી અને અન્ય જવાનો પ્રવિણસિંહ શાતુભા,શેલેષભાઈ મુળજીભાઈ મિતેષભાઈ છકાભાઈ વગેરેઓ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય પેટ્રોલીંગમાં હતા, ત્યારે મોસાલી બજારમાં એક બિનવારસી બાળક નજરે પડતાં, પોલીસે બાળકનો કબ્જો લઈ પોલીસ મથકે લાવી એનું નામ પૂછતાં આ 7 વર્ષીય બાળકે પોતાનું નામ સાગર જણાવ્યું હતું. PSI પરેશ નાયી અને જવાનોની ટીમે, વાલીની શોધ કરતાં કાલુસિંગ બાલુસિંગ પાડવી, હાલ રહેવાસી બોઈદરા,તાલુકા માંગરોળ, મૂળ રહેવાસી એગાવ, રાપાપુર,તાલુકા તલોદા હોવાનું જણાય આવતાં, પોલીસે એને માંગરોળ પોલીસ મથકે બોલાવી, બાળકનો કબ્જો સુપ્રત કર્યો હતો. વાલીએ જણાવ્યું હતું કે મારો પુત્ર મંદબુધ્ધિનો હોય, ઘરેથી કઈ પણ કહ્યા વીનાં ચાલ્યો ગયો હતો. માંગરોળ પોલીસનાં PSI પરેશ એચ. નાયી સહિત પોલીસ ટીમે જે કામગીરી કરી છે. જેને સમગ્ર માંગરોળ તાલુકાની પ્રજાએ આવકારી, પોલીસને અભિનંદન પાઠવ્યા છે