અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજન તથા એટીવીટી કામોની સમીક્ષા બેઠક મળી

Contact News Publisher

આયોજનમાં સ્થાનિક લોકોની રજુઆત/ પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોજગાર, સિંચાઇની બાબતોને પ્રાધાન્ય આપવા જણાવાયુ હતું 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રવિવાર, વ્યારા ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં અધિક કલેક્ટર બી.બી.વહોનીયાની અધ્યક્ષતામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન સમિતિ અને એટીવીટી યોજનાના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જિલ્લામાં થતા વિકાસના કામો બાબતે દરેક અમલીકરણ અધિકારી ખાસ મોનીટરિંગ કરે એવી અપેક્ષા વ્યકત કરી આયોજન કરતી વખતે કોઈ કામનું ડુપ્લીકેશન ન થાય તેની કાળજી રાખવા, કામોમાં ગુણવત્તા જળવાય તથા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય એનું વિશેષ ધ્યાન રાખવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. આયોજનમાં સ્થાનિક લોકોની રજુઆત/ પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોજગાર, સિંચાઇની બાબતોને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતુ.
આ બેઠકમાં વિવેકાધિન/વિકાસશીલ તાલુકા વર્ષ ૨૦૧૯-૨૦ના મંજુર થયેલ કામોના બાકી રહેલ નકશાઅંદાજો મોક્લવા, વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના વર્ષના પૂર્ણ કરવાના બાકી કામોની ઓક્ટોબર-૧૯ અંતિત પ્રગતિની તથા વર્ષ ૨૦૧૯૨૦ ના મંજુર થયેલ કામોની તથા આયોજન ફોર પ્લાનીંગ પોર્ટલમાં ડેટા એન્ટ્રી કરવા બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં નાયબ વનસંરક્ષક આનંદકુમાર, પ્રાંત અધિકારી તુષાર જાની,યોજના સહ તાલુકા વિકાસ અધિકારી આશા વસાવા, પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ, પ્રાંત અધિકારી તુષાર જાની મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *