માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની સગીર યુવતીને કોસંબાનો યુવક ભગાડી જતાં પોલીસ FIR દાખલ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની એક સગીર યુવતીને કોસંબાનો યુવક ભગાડી જતાં, માંગરોળ પોલીસ મથક ખાતે ત્રણ સામે FIR દાખલ કરવામાં આવી છે. કોસંબાનાં તળાવ ફળિયામાં રહેતાં સઈદ ઝાકીર સેયદ, મોસાલીની એક સગીર યુવતીને યુસુફ ઝાકીર સેયદ અને રૂબીના ઝાકીર સેયદની મદદગીરીથી લગ્ન કરવાનાં ઇરાદે, લલચાવી, ફોસલાવી બદકામ કરવાનાં ઇરાદે ભગાડીને લઈ જવામાં આવી છે. આ બનાવ પ્રશ્ને સગીરાના પિતાએ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ઉપરોક્ત ત્રણ સામે FIR દાખલ કરી, ત્રણે ત્રણને વોન્ટેડ જાહેર કરી, આ બનાવની વધુ તપાસ સુરત સર્કલનાં CPI કે.વી. ચુડાસમા ચલાવી રહ્યા છે.