તાપી જિલ્લાના નાગરિકોને ગેરકાયદેસર ચાલતી ગરીબ વિકાસ સંસ્થા (જનહિત બેન્ક) થી સાવધાન કરતું જાહેરનામું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : વિવિધ રાજ્યમાં ગરીબ વિકાસ સંસ્થા દ્વારા જનહિત બેંકના નામે નાણાંકીય વ્યવહારો કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ છે તથા આ સંસ્થા દ્વારા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી નાણાંકીય વ્યવહારો કરવા માટે કોઈ પણ બેંકિંગ લાયસન્સ મેળવેલ નથી. તેમજ આર.બી.આઈ. પાસેથી આ સંસ્થાને બેંકિંગની કામગીરી માટેનું કોઈ પણ લાયસન્સ આપવાનું બાકીમાં નથી તથા આ સંસ્થા/બેંકને કોઈ પણ પ્રકારે માન્યતા આપવામાં આવેલ નથી. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જનહિત બેંક સંબંધમાં ગુજરાત સરકારને પણ જરૂરી તકેદારીના પગલા લેવા જણાવાયું છે. આ માહિતીને ધ્યાને લેતા તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. હાલાણી દ્વારા ત્વરીત પણે ગેરકાયદેસર રીતે ચાલતી જનહિત બેન્ક અંગે નાગરિકોને જાણ કરવા તેમજ સતર્ક રહેવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.