સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ માઇન્સ એન્ડ મીનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ મુજબના ગુનાના ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. કાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરના પત્ર ક્ર. એફ.આઇ.યુ. / ના x ફ. ઝુંબેશ ૪૭ / ૨૧ તા.૦૯ / ૦૧ / ૨૦૨૧ ના અન્વયે નાસ્તા ફરતા આરોપીઓ પકડવા જણાવેલ હોય તથા પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જીલ્લાનાં નાસતા – ફરતા તથા બીજા જીલ્લના નાસ્તા ફરતા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય, એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.સી. ગોહિલ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઈ તથા પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ તથા પો.કો. વિપુલભાઇ રમણભાઈ તથા પો. કો. કિરણભાઇ કાનજીભાઇ ચૌધરી પો.કો. દિગ્વિજયસિંહ કોદરસિંહનાઓ સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇને મળેલ બાતમી હકિકત આધારે , અરવિંદભાઇ ખંડુભાઇ પટેલ રહેવાસી , દુબળ ફળીયુ વાંસદા , તા.વાંસદા જી.નવસારીનાનો સોનગઢ પો. સ્ટે. ગ.૨.નં. ૭૮/૨૦૧૮ ઇ.પી.કો. ૩૭૯, ૧૨૦ (બી) તથા માઇન્સ એન્ડ મીનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ મુજબના ગુનામાં સંડોવાયેલ છે અને ઘણા સમયથી નાસતો ફરે છે અને હાલ તે ગામ – બંધારપાડા ગામે બસસ્ટેન્ડ પાસે આવનાર છે. જે આધારે પંચો સાથે તપાસ કરતા સદર જગ્યા ઉપરથી બાતમી હકિકત અને વર્ણનવાળો એક ઈસમ મળી આવતા તેને સોનગઢ પો.સ્ટે . | ગુ.ર.નં. ૭૮/૨૦૧૮ મુજબના ગુનાના કામે સી.આર.પી.સી ૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરવામાં આવેલ છે.
આમ છેલ્લાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં એસ ઓ જી , તાપી ને સફળતા મળેલ છે.