ગુજરાત પત્રકાર એકતા સંગઠન, તાપી જીલ્લા દ્વારા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદન પત્ર સોંપાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશના ચોથા સ્થંભ પત્રકારોને ધમકી આપનાર વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદન પત્ર ગુજરાત પત્રકાર એકતા સંગઠન, તાપી જીલ્લા દ્વારા જીલ્લા કલેક્ટરને સુપ્રત કરાયું.
ભારત દેશની ચોથી જાગીર કહેવાતાં પત્રકારો ઉપર અવર નવર ધાક ધમકી આપવી તેમજ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે પત્રકારો દેશના ચોથા સ્થંભ કહેવાતા હોય પત્રકાર લોકોના અવાજ બની સરકાર અને લોકો સુધી સાચી વાત પહોંચાડવાનું કામ કરતા હોય પત્રકારો પર અત્યાચાર અને હુમલાઓ થતા હોય એ ભારત દેશનુ દુર્ભાગ્ય છે. હાલમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા તારીખ.૦૮. ૦૨.૨૦૨૧ ના રોજ રીજીનલ ચેનલના પત્રકાર અમિત ઠાકોર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પત્રકારને તને બતાવી દઈશ માણસને કહીને ઠોકાવી દઈશ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે પત્રકારોને દેશના ચોથા સ્થંભ તરીકે ગણવામાં આવે છે ત્યારે જાહેરમાં પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તો સામાન્ય માણસની શું હાલત થતી હશે ? લોકોને ડરાવી ધમકાવી રાખનાર ભાજપના ધારાસભ્યને પદેથી સસ્પેન્ડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ગુજરાત પત્રકાર એકતા સંગઠન, તાપી જીલ્લા દ્વારા કરાઈ છે.