તાપી : મતદારોને e-EPICનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા કલેક્ટર આર.જે.હાલાણીનો અનુરોધ

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી દિવસોમાં જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. બીજી તરફ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને વધુ સુવિધા આપવાના ભાગરૂપે e-EPIC નામની નવી ડિજીટલ સેવા શરૂ કરવામાં આવેલ છે. જે nvsp.in બ્રાઉઝર તેમજ voterportal.eci.gov.in વડે મોબાઇલ કે કોમ્પ્યુટરમાં e-EPIC ડાઉનલોડ કરી શકાશે. વધુમાં આ ડિજીટલ સેવાનો ઉપયોગ મતદાર ઓળખકાર્ડ ચુંટણીમાં મતદાન સમયે ઓળખના પુરાવા તરીકે પણ કરી શકશે. મતદારોને ડીઝીટલ સુવિધા પ્રદાન કરવા હેતુથી યુનિક મોબાઇલ નંબર ધરાવતા મતદારો માટે વિવિધ પ્લેટફોર્મ પરથી ઓનલાઇન e-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ કરીને જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ સો ટકા મતદાન કરવા જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ ખાસ અનુરોધ કર્યો છે. આ અંગે વધુ માહિતી માટે 1950 નંબરની સેવા નાગરિકો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
૦૦૦૦૦

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other