વાંકલ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં બારડોલી હોસ્પિટલ દ્વારા સર્વ રોગનિદાન કેમ્પનું આયોજન કરાયું

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કેમ્પમાં 210થી વધુ દર્દીઓએ લાભ લીધો.બારડોલી હોસ્પિટલ દ્વારા દવા પણ વિના મૂલ્યે દર્દીઓને આપવામાં આવી હતી.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે યોજાયેલ કેમ્પમાં આજુબાજુના ૩૫થી વધુ ગામના દર્દીઓએ લાભ લીધો હતો. વિવિધ રોગના દર્દીઓએ લાભ લીધો હતો.તેમાં સર્જનના ૪૦દર્દી, ફિઝિશ્યનના -૫૦,સ્કીનકેર -૩૦, ગાયનોલોજીસ્ટ -૧૫,કાડીયો લોજીસ્ટ-૦૫, ઓ્થોપેડિક-૪૦, ડેન્ટિસ્ટ-૦૫, ફિઝિયોથેરાપી-૦૫, ન્યુરોલોજીસ્ટ-૧૦, ગેસ્ટ્રોલોજીસ્ટ -૧૦, કુલ -૨૧૦ દર્દીઓએ દવા અને સેવાનો લાભ લીધો હતો.બારડોલી હોસ્પિટલના ડૉ. કિનવ ચૌધરી(સર્જન ), ડૉ. હર્ષિતચૌધરી, સ્કીન્કેર,ફિઝિશયન, ડૉ.અનામિકા ચૌધરી,ડૉ. મયુરી ચૌધરી, ગાયનોલોજીસ્ટ, ડૉ. ગીરીશભાઈ, કાડિયોલોજીસ્ત, ડૉ, કુણાલ ચૌધરી, ડૉ. જૈનિલ પરમાર ઓ્થોપેડિક, ડૉ. જયદીપ ડેન્ટિસ્ટ, ડૉ.દિવ્યાંગ શાહ, ડૉ. અગ્રવાલ, ગેસ્ટ્રોલોજીસ્ટ ડોકટરોએ અને બારડોલીના સ્ટાફગણે સેવા આપી હતી.પ્રાથમિક શાળાના આચાર્યશ્રી બચુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other