આવતીકાલે તારીખ 31મી નાં માંગરોળ તાલુકાનાં ૧૬૩ પોલીયોના બુથો ઉપરથી ૨૪,૫૭૩ બાળકોને રસી પીવડાવવામાં આવશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં આંઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક અર્બન હેલ્થ સેન્ટર મળી કુલ ૧૬૩ પોલીયોના બુથો ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બુથો ઉપરથી તાલુકાના 0 થી ૫ વર્ષનાં ૨૪,૫૭૩ બાળકોને પોલીયો ની રસી પીવડાવવામાં આવશે.જ્યારે તારીખ ૧ અને ૨ ફેબ્રુઆરીનાં આરોગ્ય ટીમ ડોર ટુ ડોર ફરી જે બાળકો રહી ગયા હશે એમને રસી પીવડાવશે. આજે તારીખ ૩૦ મી નાં માંગરોળ તાલુકાનાં વેલાછા, પાલોદ, નાની નરોલી,કોસંબા વિસ્તારોમાં આવેલાં ઇટનાં ભથ્થા,શેરડી કટીંગ કરતાં મજૂરો,બાંધકામની ચાલી રહેલી સાઈડો ઉપર કામ કરતાં મજૂરોના o થી ૫ વર્ષનાં બાળકોને મોબાઈલ ટીમ મારફતે પોલીયોની રસી પીવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડોકટર આર.પી.શાહી એ માંગરોળ તાલુકાની જનતાને વિનંતી કરી છે કે o થી ૫ વર્ષનાં જે બાળકો હોય એમને પોલીયો બુથ ઉપર લઈ જઈ રસી પીવડાવી લેવા અનુરોધ કર્યો છે.