નિઝર તાલુકાના સેવાસદન ખાતે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં નિઝર તાલુકાના સેવાસદન ખાતે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
દેશની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કરી માર્ચપાસ્ટની સલામી ઝીલી પ્રજાજોગ સંબોધન કરતા મામલતદારશ્રી વસાવા સાહેબ જણાવ્યું હતુ કે, પૂ.ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, શ્યામજીકૃષ્ણ વર્મા, વીર ભગતસિંહ સહિત અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને ગૌરવપૂર્વક યાદ કરી દિવ્ય અને ભવ્ય ભારત નિર્માણના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબધ્ધ બનીએ. નિઝર તાલુકાના મામલતદારશ્રી પ્રજાજનોને ૭૨મા પ્રજસત્તાક પર્વની શુભકામના પાઠવી સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદવીરોને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. કોરોના નામનો અદ્ર્શ્ય દુશ્મન ભારત સહિત સમગ્ર વિશ્વને ગુલામ બનાવવા મથી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત અને દેશે એક બની એની સામે મક્કમ મુકાબલો કરતા કોરોનાનો શિકાર બનેલા આપણા બાંધવો સ્વસ્થ થઈ રહ્યા છે. સૌના સહિયારા પુરૂષાર્થથી ગુજરાતનો રીકવરી રેટ ૯૬ ટકાથી પણ વધારે રહ્યો છે. રાજ્ય અને રાષ્ટ્ર વાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવા શંસોધિત રસીને સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ રીતે આપવાનું આયોજન કરી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષિત રાખવાનું મબૂત અને સુદઢ આયોજન ગુજરાત સહિત સમ્ગ્ર દેશમાં કરવામાં આવ્યુ છે તેમ જણાવ્યું હતુ. અને હાલમાં ચાલી રહેલી કોરોના જેવી મહામારીમાં ખડેપગે ઉભા રહી અને ઉપરાંત કોરોના દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડોક્ટર કર્મીઓને, પોલીસ કર્મીઓને, શિક્ષકોઓને, જીઆરડીકર્મીઓને, આરોગ્યકર્મીઓને, નિઝર તાલુકાના સરકારી ઓફિસના કર્મીઓને વગેરેને પ્રમાણપત્ર વિતરણ કરી સન્માન કરાયું હતુ. આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ. વૃક્ષારોપણમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, મહેન્દ્રભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, શાહ સાહેબ, એન.ઝેડ. ભોયા સાહેબ પો.સ.ઈ. નિઝર,પ્રાંત સાહેબના હસ્તે પણ વૃક્ષારોપવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, એન.ઝેડ. ભોયા સાહેબ પો.સ.ઈ. નિઝર, પ્રાંત સાહેબ, મહેન્દ્રભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહયા હતા.
સમગ્ર નિઝર તાલુકામાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઇ હતી. દરેક સરકારી કચેરીઓ, ગ્રામ પંચાયતો, શાળા મહાશાળાઓ, સહકારી-સ્વૈચ્છિક સંસ્થાઓમાં તિરંગો લહેરાવી સલામી અપાઇ હતી. આઝાદી માટે લડત ચલાવી જાન આપી દેનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રધ્ધાંજલિ અપાઈ હતી. પોલિસે પરેડ યોજી તો શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિની કૃતિઓ રજુ કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.