માંગરોળ તાલુકાનાં છમૂછલ ગામનાં ૫૦ જેટલાં ખેડૂતોની ૨૦૦ વીઘા જેટલી જમીન વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે-હાઇવે માટે સંપાદન કરાઈ, પરંતુ સંપાદનનાં એવોર્ડની રકમ ચૂકવાઈ નથી તે પહેલાં જ જમીનોની નકલમાં નોંધ પાડી દેવાતા ખેડૂતોએ મામલતદારને આપેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં છમૂછલ ગામનાં ૫૦ જેટલાં ખેડૂતોની ૨૦૦ વીઘા જેટલી જમીન વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ વે-હાઇવે માટે સંપાદન કરાઈ છે. પરંતુ સંપાદનનાં એવોર્ડની કોઈ રકમ ચૂકવવામાં આવી નથી. તે પહેલાં જ જમીનોની ૭/૧૨ ની નકલોમાં સંપાદનની નોંધ ૨૦૨૫ થી પાડી દેવાતા ખેડૂતોએ માંગરોળનાં મામલતદાર ડી.કે.વસાવાને આવેદનપત્ર આપી આ નોંધ રદ કરવા માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. જે જમીન ઉપરોક્ત હાઇવે માટે આ ગામની જે જમીન સંપાદન કરાઈ છે.એ પ્રશ્ને આ અસરગ્રસ્ત ખેડૂતોએ જાહેરનામા વિરૂધ્ધ સરકાર કક્ષાએ અનેકો વખત રજુઆત કરી છે. સાથે જ વાંધા ઓ પણ રજૂ કર્યા છે.હજુ સુધી ખેડૂતોને આ જમીન પ્રશ્ને સાંભળવામાં આવ્યા નથી.સંપાદનનાં એવોર્ડની રકમ એક પણ ખેડૂતને ચુકવવામાં આવી નથી.છતાં સંપાદન વાળી જમીનની ૭/૧૨ માં સંપાદન અંગેની નોંધ ૨૦૨૫ પાડી દેવામાં આવી છે. આ અંગેની ૧૩૫ ડી ની નોટીસ પણ આપવામાં આવી નથી. સાથે જ આ પ્રશ્ને ગ્રામ પંચાયતને પણ કોઈ જાણ કરવામાં આવી નથી.જેથી આ જે કાચી નોંધ ૨૦૨૫ નામંજૂર કરવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે.આ પ્રસંગે રાજેન્દ્રભાઇ પરમાર, અફજલખાન પઠાણ, ઉપેન્દ્રભાઈ પટેલ, રવજીભાઈ વસાવા, સુલેમાન હાસલોદ સહિત મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા.