સુરત ડિસ્ટ્રીક બેંકની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં, માંગરોળ-ઉમરપાડા બેઠકનાં ઉમેદવાર દિલીપસિંહ રાઠોડનો પ્રચાર કરવા વનમંત્રી સહિતની ટીમ ઝંખવાવ ખાતે આવી બેઠક યોજી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સુરત ડિસ્ટ્રીક કોપરેટીવ બેંકની ચૂંટણીની પ્રચાર અંતિમ તબક્કામાં પોહચ્યો છે. આગામી તારીખ ૨૮ મી જાન્યુઆરીનાં રોજ માંગરોળ-ઉમરપાડા બેઠક સહિત કુલ તેર બેઠકો ઉપર મતદાન થનારા છે. માંગરોળ-ઉમરપાડા બેઠકનાં ઉમેદવાર દિલીપસિંહ રાઠોડનાં ચૂંટણી પ્રચારમાં આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપત સિંહ વસાવાની હાજરીમાં ઝંખવાવ ખાતે કોમ્યુનીટી હોલ ખાતે માંગરોળ-ઉમરપાડા વિસ્તારનાં મતદારોની એક બેઠક રાખવામાં આવી હતી. જેમાં ૧૦૦ કરતાં વધુ મતદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુમુલના ચેરમેન માનસિંહ પટેલ, સંદીપ દેસાઈ, નરેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ વિગેરે હાજર રહ્યા હતા. આ ઉપસ્થિત મહાનુભાવોએ દિલીપસિંહ રાઠોડને મત આપી જીતાડવા હાકલ કરી હતી.