વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ડૉક્ટરના ક્વાર્ટરમાં અંદાજીત 35 હજારના મત્તાની ચોરી
પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થાય તે પહેલા જ ચોરટાઓએ કસબ અજમાવવાનું શરૂ કર્યુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા નગરમાં આવેલી જનરલ હોસ્પિટલ ખાતે આવેલા ડૉક્ટર ક્વાર્ટરમાં અંદાજીત 35 હજારના મત્તાની ચોરી થવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા ટાઉનમાં આવેલ જનરલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ડોક્ટર્સ ક્વાર્ટસમાં ફરીયાદ આપનાર અંકિતભાઇ હેમંતભાઇ ભારતી હાલ રહેવાસી-ડી/૬ ડોક્ટર્સ ક્વાર્ટસ જનરલ હોસ્પીટલ તા.વ્યારા જી.તાપીના મકાન નં- ડી/૬ માં ગત તા.૦૭/૧૧/૨૦૧૯ કલાક-૦૯/૧૫ થી કલાક-૧૧/૦૦ દરમ્યાનના સમય ગાળામાં કોઇ ચોર ઇસમે ઘરના દરવાજાને મારેલ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં બેડરૂમમાં મુકેલ કબાટ ખોલી કબાટના લોકરમાં મુકેલ રોકડા રૂપિયા-૫,૫૦૦/- તથા (૧) સોનાની ડાયમંડ વાળી વિટી નંગ-૦૧ કિ.રૂ.-૧૦,૦૦૦/- તથા (૨)સોનાનુ લોકેટ ઉધુ ત્રિકોણ આકારનુ નીચે કાળા મોતી લગાડેલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા (૩) બગસરાનુ મંગળસુત્ર નંગ-૦૧ કિ.રૂ.૨,૦૦૦/- તથા (૪) બગસરાની કાનની બુટ્ટી જોડી-૦૧ કિ.રૂ.૫૦૦/- (૫) છોકરીના ચાંદીના સાંકળા જોડી- ૦૨ કિ.રૂ.૧,૫૦૦/- (૬) છોકરીની નાની ચાંદીની બંગડી નંગ-૦૨ કિ.રૂ. ૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ.-૩૨,૫૦૦ /- ના મત્તાના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહિ શરૂ કરી હતી. આ ગુન્હાની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના અ.હે.કો દિનેશભાઇ સુપડીયાભાઇ કરી રહ્યાં છે.