પરવત ગામે પુલનું કામ શરૂ કરવામાં આવતાં, વાંકલ-આબાપારડી-માંડવી માર્ગ બંધ કરવામાં આવ્યો

0
IMG-20210123-WA0033
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પરવત ગામે માર્ગ અને મકાન વિભાગ તરફથી પુલનું કામ શરૂ કરવામાં આવતાં, માંગરોળ તાલુકાનાં વાંકલ થી માંડવી વાયા આબાપારડી માર્ગ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે આ માર્ગ અરેઠ, માંડવી, બોધાન, બારડોલી જવા માટે ખૂબ જ ટૂંકો માર્ગ છે. જેથી આ માર્ગ ઉપર થઇ અનેક વાહ નોની અવર જવર કરે છે. પરંતુ આ માર્ગ ઉપર આવતા પરવત ગામે પુલ બનાવવો અતિ જરૂરી હતો. કારણ કે ચોમાસાની મૌસમમાં વધુ વરસાદ પડતાં આ માર્ગ ઉપરનો વાહન વ્યવહાર બંધ થઈ જતો હતો. હવે આ પુલ બનતાં ચોમાસાની મૌસમ દરમિયાન પણ હવે વાહન વ્યવહાર ચાલુ રહેશે. જેનાંથી વાહન ચાલકો અને પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other