ડાંગનાં માજી જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી દ્વારા પૂર્વપટ્ટી વિસ્તારનાં નિમપાડા ગામે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર થયેલ ચેકડેમનું ખાતમુહૂર્ત કરાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ):  ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ નિમપાડા ગામમાં પાણીની સમસ્યાઓ થી લોકો ત્રાસી ગયાં હતાં. પૂર્વપટ્ટી વિસ્તારનાં કદાવર ભાજપ નેતા અને જિલ્લા પંચાયતના માજી બાંધકામ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી જોડે લોકોની પાણી સમસ્યા બાબતે રજુઆત આવતાં તેમણે લોકોની સમસ્યા નું નિવારણ લાવ્યું હતું. સિંચાઈ વિભાગ હસ્તક મજૂર થયેલ ૩૫ લાખના ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનો સહિત ખેડુતો માં ખુશી છવાઈ જવા પામી છે આ ઉદ્ઘાટન પ્રસંગે નિમપાડા ગામે માજી જિલ્લા પંચાયતના અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી, માજી તાલુકા પંચાયતના સદસ્ય નિર્મળાબેન મધુભાઈ વળવી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other