માંગરોળ તાલુકાની આદિવાસી મહિલાઓ માટે વિનામૂલ્યે મહેંદીના તાલીમ વર્ગો વાંકલ ખાતે શરૂ કરવામાં આવ્યા : તારીખ ૧૯મી માર્ચ સુધી ચાલશે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની આદિવાસી મહિલાઓ ઘર આંગણે મહેંદી અંગેની તાલીમ લઈ પોતે પગભર થઈ શકે એવા શુભ આશયથી સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદારની માંડવી કચેરીનાં અનુદાનથી દુર્ગા મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિનામૂલ્યે તાલીમના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જે આગામી તારીખ ૧૯ મી માર્ચ સુધી ચાલશે. દરરોજ ત્રણ બેજો ચાલશે. સવારે ૯ થી ૧૨, બપોરે ૧૨ થી ૩ અને સાંજે ૩ થી ૬ જેથી મહિલાઓને જે ટાઈમ અનુકૂળ હોય એ ટાઇમના બેજમાં જોડાઈ તાલીમ લઈ શકે. આ વર્ગો વાંકલ ગામે આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે શરૂ કરવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાની આદિવાસી મહિલાઓને આ તાલીમ વર્ગોનો લાભ લેવા જણાવાયું છે.