રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ઉપક્રમે સાક્ષરતા અભિયાન અંતર્ગત સોમનાથ થી ધુલિયા સુધીની કાર રેલીનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરીના અવિભાજ્ય અંગ એવા રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ઉપક્રમે સાક્ષરતા અભિયાન અંતર્ગત સોમનાથથી ધુલિયા સુધીની ૧૫૦૦ કિ.મી.ની કાર રેલીનું આયોજન રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના ઉપક્રમે રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન પ્રશાંતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

હાલમાં રોટરીએ TEACH પ્રોગ્રામ હાથ ધર્યો છે. T એટલે ટીચર્સ ટ્રેઈનીંગ – જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૪૭,૧૨૩ ટીચર્સને ટ્રેઈન કરવામાં આવ્યા છે. E એટલે ઈ લર્નિંગ – જેમાં હાલ પર્યંત ૧૫,૬૫૮ શાળાઓને ઈ-લર્નિંગ બોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેનાથી કુલ ૨૪,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. A એટલે એડલ્ટ એજ્યુકેશન – જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૮૭,૮૭૦ પુખ્ત વયના નાગરિકોને તાલીમ આપવામાં આવી છે. C એટલે ચાઈલ્ડ ડેવલપમેન્ટ – આ અંતર્ગત કુલ ૩૭,૪૩૬ બાળકો કે જેઓએ કોઈપણ કારણસર શાળા છોડી દીધી હતી તેઓને પાછા ભણતા કરવામાં આવ્યા છે અને H એટલે હેપ્પી સ્કૂલ – જેમાં કુલ ૨,૭૫૮ શાળાઓને હેપ્પી સ્કૂલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપર્યુક્ત તમામ મુદ્દાઓના પ્રચાર માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી કુલ ૩૦ કાર ચાલકો આ રેલીમાં નોંધણી કરાવી ચૂક્યા છે. ૧૫૦૦ કિ.મી.ની આ યાત્રા દરમ્યાન રસ્તામાં આવતા જુદા જુદા ગામો અને શહેરોની રોટરી ક્લબો આ રેલીને આવકાર આપશે અને તેઓ પણ થોડા થોડા અંતરે આ કાર રેલીમાં જોડાશે. સુરતમાં આ રેલી તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ પ્રવેશ કરશે અને તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ વાપી જવા રવાના થશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other