ઉમરપાડા મથકે આવેલું SBI બેંકનું ATM મશીન ઘણા દિવસોથી બંધ : બેન્ક કર્મીઓને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ : ડિજિટલ ઇન્ડિયા વાતો વચ્ચે બેંકના ઉદ્ધતન વહીવટથી ગ્રાહકો પરેશાન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેન્ક અને જેતે ઠેકાણે મુકવામાં એ.ટી.એક મશીનો ખોરંભે જતા વહીવટ ને કારણે ગ્રાહકો મુશ્કેલી મુકાઈ રહ્યા છે. ઉમરપાડા ના મુખ્યમથકે આવેલ એ.ટી.એમ મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલત માં રહેતા ગ્રાહકો બેંકના ધર્મધક્કા ખાઈ રહ્યા છે. અને બેંકકર્મીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. એકતરફ સરકાર દેશને ડીઝીટલ બનાવવા પર ભાર મૂકી રહી છે. ગરીબ લોકોના બેંકમાં ખાતા ખોલાવામાં આવી રહ્યા છે. રૂપિયાની લેવર દેવર પણ કેશલેશ થાય તે માટે સદંતર પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ કોઈક રીતે સરકાર ની ડીઝીટલ વાતો વચ્ચે બેન્કના કામકાજ પાછલા બારણે ડીઝીટલ અગળી થતી હોઇ તે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જિલ્લાના આદીવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકા મથેક આવેલા એસ.બી.આઈ બેન્ક શાખા ની બાજુમાંજ બેંકનું એ.ટી.એમ મશીન આવેલું છે. પરંતુ આ મશીન શોભાના ગાંઠિયા સમાન હોઈ તેવું સાબિત થઈ રહ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિના જેટલો સમયાંતરથી આ મશીન બંધ હોવાનું માહિતી સામે આવી રહી છે. આજ અંગે બેંકના કર્મચારીઓને પણ રજૂઆતો કરવામાં આવી રહી છે. પંરતુ બેંકના કર્મી આઅંગે ઉદાસીન હોઈ તેવું દેખાઈ આવે છે. ખાસ ગ્રાહકોને ખુબજ જરૂરી કામકાજ હોય તેવા સમયે પણ આ બિન. ઉપયોગી નીવડી રહ્યું છે. ગ્રાહકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અને બેંકો ના કામકાજ પરથી ગ્રાહકોનો પણ વિશ્વાસ ઉઠી રહ્યો હોય તે પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે મુખ્યમંથકે મુકવામાં આવેલ આ ATM મશીન વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other