BRC ભવન માંગરોળ ખાતે તાલુકા કક્ષાનો ઓન લાઇન ટોય ફેર (રમકડા મેળો) યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : GCERT, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત દ્વારા બાળકોને આંનદ કારક અઘ્યયન, અધ્યાપન શિક્ષણ મળે એ હેતુથી રમકડાં મેળો (ટોય ફેર ) માંગરોળ તાલુકા કક્ષાનું ઓનલાઇન આયોજન BRC ભવન માંગરોળ મુકામે તારીખ ૨૨મી જાન્યુઆરી, શુક્રવાર અને તારીખ ૨૩ મી જાન્યુઆરી શનિવાર આમ બે દિવસ સવારે દશ કલાકથી ઓન લાઇન રાખવામાં આવ્યું છે. જેમાં માઇક્રો સોફ્ટ ટીમ એપ્લિકેશન દ્વારા શિક્ષકો દ્વારા પ્રેઝનટેશન કરવામાં આવ્યું હતુ . વિષય વસ્તુની રજૂઆત સમય મર્યાદામા ફક્ત પાંચ મિનિટમા પૂર્ણ કરી હતી. ત્યાર બાદ અન્ય શિક્ષકોને ઓન લાઇન પાચ – પાચ મિનિટ આપવામાં આવી હતી. પ્રથમ દિવસે પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકોએ ભાગ લીધો હતો. જયારે બીજા દિવસે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ માંથી શિક્ષકો પાચ – પાચ મિનિટ ઓન લાઈન વિષય વસ્તુની રજૂઆત કરશે. આ તાલુકા કક્ષાના રમકડા ફેર મા માંગરોળના BRC હીરાભાઈ ભરવાડ, સુનિલ ભાઇ ચૌધરી, MIS સંદીપભાઈ પટેલ બીટ નિરીક્ષક બિપીનભાઈ ચૌધરી, કંચનભાઈ પટેલ, ભુપેન્દ્ર ભાઈ પટેલ , નિર્ણાયકો તરીકે સેવા આપવા માંગરોળ BRC ભવન ખાતે ઓન લાઈન નિહાણવા માટે હાજર રહ્યા હતા. તેમજ ડાયેટ સુરતમાથી જગદીશભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.