નિઝરના વેલ્દા ગામે ઝુલતા જીવંત વીજતારોના કારણે કરંટ લાગવાના વધતા બનાવો

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા): સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતિ મુજબ નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ગતરાત્રે ગામના યુવાનો આશરે સાડા નવનાં આરસામાં ક્રિકેટ રમતા હતા તે દરમ્યાન એક યુવાને બોલને જોરથી ફટકો મારતા તે બોલ ગ્રામ પંચાયતના બાજુમાં બંધાયેલ શોપિંગ સેન્ટરના ધાબાની ઉપર પહોંચી જતા જેને લેવા માટે અક્ષયકુમાર ગુલાબભાઇ પાડવી ધાબા ઉપર ગયો હતો, બોલ નીચે ફેકવા માટે અક્ષયએ હાથ ઉચો કરતા ઈલેકટ્રીક જીંવત તારને હાથ અડી જતાં જોરદાર વિજ કંરટ લાગ્યો હતો. અને તે શોપિંગ સેન્ટરના ધાબા પરથી નીચે પડી ગયો હતો જેથી તેનાં માથાનાં ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે નિઝરના સિવિલ દવાખાના ખાતે ખસડેવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. પરંતુ વેલ્દા ગામના લોકોએ જણાવ્યુ હતું કે ગામમાં આ ચોથો બનાવ બન્યો છે. એકવાર ખુલ્લી ડીપી ઉપર બકરી લટકી ગયી હતી, જ્યારે એકવાર વેલ્દા ગામમાં લગ્ન દરમ્યાન ડી.જે. બેન્ડની ગાડી ઉપર ગાયક ગીત ગાતો હતો જેને પણ આ જ ઘટના સ્થળે વિજકરંટ લાગ્યો હતો. આમ અવાર નવાર વેલ્દા ગામમાં વિજકરંટના બનાવો બની રહયા છે. વિજકરંટની વધતી ઘાટનાઓનું મુખ્ય કારણ એ છે કે વેલ્દા ગામમાં આડેધડ ઊભા કરી દેવામાં આવેલા વિજપોલ તેમજ લટકતા અને ઝુલતા વિજતાર છે. જેથી સામાન્ય ઊંચાઇએ લટકતા જિવંત તાર લોકોને અડી જવાથી વારંવાર આવા બનાવો બનતા રહે છે. વિજકંપની નિઝરની લાપરવાહીથી લોકોને તકલીફ ભોગવવી પડી રહી છે. કંપનીએ આ વિસ્તારની જવાબદારી જેને સોંપી છે તેની લાપરવાહી સ્પષ્ટ નજરે પડે છે. વીજ કંપનીના જવાબદારોને રાતના સમયે કે પછી અન્ય સમયે ફોન કરવામાં આવે તો તે જવાબદારો ફોન પર જુઠ્ઠાણું ચલાવે છે અને ઈમરજન્સીમાં ફોન ઉંચકતા નથી. ગામના સરપંચ જયારે આ બાબતે લેખિતમાં અને મૌખિકમાં કંપનીને જાણ કરે છે ત્યારે વિજકંપનીના કમૅચારી જણાવે છે કે શું વારે ઘડીએ તમે તમારા લેટરપેડ પર ફરિયાદ કરો છો ? અમે તો અમારુ કામ કરીએ જ છીએ જેથી તમારે વારંવાર અમને જાણ ના કરવી. વેલ્દા ગામના લોકો જણાવે છે કે વિજકંપની નિઝરના કમૅચારીઓ અમારા ગામના સરપંચનું પણ નથી સાંભળતા તો પછી અમારા જેવા બીજા લોકોની કેવી હાલત થતી હશે ? જેથી વીજ કંપનીના ઉપરી અધિકારીઓ આ બાબતે પુરતુ ધ્યાન આપે અને આવા જવાબદાર કમૅચારીઓ સામે લાલ આંખ કરે તે ખૂબજ જરૂરી છે. જેથી ગામમાં ઝુલતા જીવંત વિજતારોથી થતા કસ્માતોથી કોઇ નિર્દોષની જીંદગી બચાવી શકાય.
અકસ્માત બાબતે વેલ્દાના સરપંચશ્રીનો સંપકૅ કરતા એમણે જણાવ્યું હતું કે આ બાબતે મે વારંવાર વિજપોલ તથા ઝુલતા તારો માટે મૌખિક અને લેખિતમાં મારા લેટરપેડ પર જણાવેલું છે છંતા પણ આજદિન સુધી કોઇ જ કાયૅવાહી કરવામાં આવી નથી. આજે પણ હું લેખિતમાં અને મૌખિકમાં જણાવી આવ્યો છુ છતાં મને બે દિવસની બાહેંધરી આપી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *