કીમ ચારરસ્તા ચોકીને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવા માંગ કરાઇ.
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : બે દીવસ અગાઉ સુરત જિલ્લાના કીમ ચારરસ્તા પાસે હાઈવાનાં અકસ્માતમાં ૧૫ મજૂરોના મોત થયા બાદ પણ તંત્રની ઊંઘ ઉડી નથી, કીમ ચારરસ્તા થી કીમ ગામ તરફ ના બન્ને રસ્તા ઉપર મારજીંગ દુરીની ઐસી કે તૈસી કરી લારી ગલ્લાઓ લગાવવામાં આવ્યા છે. જયાં રાત્રે ભરચક ભીડ જોવા મળી રહી છે, કીમ ચારરસ્તા વિભાગના યુવાન મિત્ર મંડળ સાથે યંગ એકતા ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ અને વિસ્તારના જાગૃત નાગરિક કુતબુદ્દિંન ભાઈ હાફેજીના સાથીદારો ઓ મળી કોસંબા પોલીસને લેખીતમાં માંગ કરી છે,
હવે જોવાનું એ રહ્યું છે કે ક્યારે પગલાં લેવામાં આવે છે? કે પછી કોઈ ઘટના બન્યા બાદ કામગીરી કરવામાં આવશે? કીમ ચોકડીથી દરબાર હોટેલ સુધી શાક ભાજી તેમજ નાસ્તાની લારીઓ રોડ ઉપર મૂકીને બધા ધંધો કરે છે.અને સાંજના સમયે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફીકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, લોકો વાહનો લઈને રોંગ સાઈડ આવે છે એટલે મોટી દુર્ઘટના થવાની સંભાવના વધુ છે,સાથે જ ખુબજ મોટો વિસ્તાર હોય અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે,અને કીમ ચારરસ્તા વિસ્તાર માં ૪૦૦ કરતાં વધુ ઉદ્યોગો આવેલા છે. જયાં પાલોદ ચોકી હોવાથી દરેક કામ માટે ઠેઠ કોસંબા સુઘી દોડવું પડે છે જેથી કરીને પાલોદ આઉટ પોસ્ટ ને ( કીમ ચારરસ્તા ) પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.