ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘાણાવડ જિલ્લા પંચાયતમાં આવતી તાલુકા પંચાયતની બેઠક દીઠ ખેડૂત બચાવો દેશ બચાવો મહા જનસંપર્ક અભિયાન ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાના ઘાણાવડ જિલ્લા પંચાયતની આઠ બેઠકો માટે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા પીનપૂર, ઘાણાવડ બિલવાણ, બરડીપાડા, ખોટારામપુરા ,ચકરા, કવનગાય,દેવરૂપણ જેવા તાલુકા પંચાયતની બેઠકમાં મ સમાવિષ્ટ ગામોમાં મહાજન સંપર્ક અભિયાન ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો,આ કાર્યક્રમમાં આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. અને ઉમેદવારોની પેનલ તાલુકા પંચાયત બેઠક પ્રમાણે નક્કી કરવામાં આવી હતી.હાલમાં દેશમાં જે ખેડૂતો કૃષિ કાયદાઓમાં વિરોધ કરી રહ્યા છે, એ કાયદાઓ ખેડૂત વિરોધી હોય ઉમરપાડા તાલુકાના ખેડૂતો પણ આ કાયદાનો વિરોધ રહ્યા છે. દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને પણ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત આગેવાનો તરફથી ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે આ પ્રસંગે માંડવી થી પધારેલ કમલેશ ભાઈ ચૌધરી, ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવા, નટવરસિંહ વસાવા ,જગતસિંહ ,રામસિંહ નારસિંગભાઈ વસાવા, મૂળજીભાઈપટેલ, જેવા અનેક આગેવાનો એ આ મીટીંગને સંબોધી હતી .અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમરપાડામાં કોંગ્રેસનો પંજો લહેરાય એવુ માર્ગદર્શન લોકો સમક્ષ પૂરૂં પાડ્યું હતું. કોંગ્રેસના તમામ કાર્યકરોને ભેગા થઈને પાર્ટીને જીતાડવા માટે એક થઈને લડવાનું આહ્વાન કરાયું હતું. ખેડૂત વિરોધી પસાર કરવામાં આવેલા કાળા કાયદાથી ખેડૂતોને ફાયદો થવાનો નથી સંસદમાં કોઈપણ જાતની ચર્ચા વગર મધરાતે ધ્વનિ મતનું નાટક કરીને કાયદો પસાર કરવો પડ્યો, એ કાયદો ખેડૂતોના હિતમાં પાછો ખેંચે એવી માંગણી હરીશ વસાવા (વાડી)એ કરી હતી..

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other