માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ પાલોદ ખાતે થયેલાં અકસ્માતમાં મોતને ભેટેલાં ૧૫ શ્રમજીવીઓને આપેલી શ્રધાંજલિ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ ગામ નજીક માર્ગની બાજુમાં સુતેલા મજૂર પરિવારો ઉપર હાઈવા ચઢી જતાં આ બનાવમાં પંદર શ્રમજીવીઓના મોત થયા છે.આ મૂર્તકોને શધ્ધાંજલી આપવા માટે આજે તારીખ ૧૯ મી જાન્યુઆરીનાં સાંજે વાંકલ રેસ્ટ હાઉસ ખાતે માંગરોળ તાલુકા કોગ્રેસના સર્વશ્રી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ચૌધરી (પ્રમુખ, તાલુકા કોગ્રેસ) રૂપસિંગભાઈ ગામીત, એડવોકેટ બાબુભાઈ ચૌધરી, ગૌરાંગભાઈ ચૌધરી, કનુભાઈ ચૌધરી, ઠાકોરભાઈ સહિતનાં કોગી કાર્યકરો હાજર રહ્યા હતા. તાલુકા કોંગ્રેસ સમિતિએ મૌન પાળી મૃતકોના આત્માને શાંતિ અને એમના કુટુંબ પર આવી પડેલી આફતને દુઃખ સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા આપે એજ પ્રાર્થના સાથે શધ્ધાંજલી અર્પિત કરી હતી.