તાપી : મેળા સંચાલક પાસેથી 11 હજાર માંગનાર કહેવાતો પત્રકાર એક દિવસનાં રિમાન્ડ ઉપર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ખલીલ સમસુદિન કુરેશી ( ઉં.વ .૫૨ રહેવાસી, વ્યારા સ્ટેશન રોડ જેકે પેલેસ તા. વ્યારા જી.તાપીના ઓ મિશન નાકા ચર્યની સામે આવેલ મેદાનમાં જરૂરી પરવાનગી મેળવી મેળો ( ન્ય સુપર માર્કેટ ) તેમજ નાના બાળકોની માટેની રાઇડસ ચલાવતા હોય, તા. ૧૪ /૧ /ર૧ કલાક ૬  વાગ્યાના અરસામાં તેમની પાસે એક અજાણ્યા ઇસમ આવીને કહેલ કે તમારી સાથે પ્રેસ રિપોટર અબુબકર વલીભાઈ મલાડા ( મુસ્લીમ મેમણ ) રહે , તળાજા ) ભાવનગર વાત કરવાના છે તેમ કહીને અજાણ્યા ઇસમે તેના મોબાઇલ ફોન ઉપરથી ખલીલભાઈને સામેની વ્યકિત સાથે ફોન પર વાત કરાવતા સામા વ્યકિતે કહેલ કે ” હું પ્રેસવાળો બોલુ છુ નામ જાણવાની તમારી જરૂર નથી કે મારો માણસ મોકલેલ છે તેને રૂપિયા- 11,000/ – આપી દેજો, તેવું કહેતા ખલીલભાઈએ પૈસા આપવાની ના પાડતા આરોપી અબુબકર વલીભાઈ મલાડાના એ ખલીલભાઈને ફોન ઉપર નાલાયક ગાળો આપી એકલો મળશે તો જગ્યા પર જ પતાવી દેવાની ઘમકી આપી, મેળામાં જુગાર ચલાવો છો તેવી ખોટી માહિતી આપી ખોટા ગુનામાં સંડોવી દેવા તેવી ધમકી આપ્યાની ફરીયાદ આપતા ગુનો દાખલ કરી આગળની તપાસ શ્રી આર. એસ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર વ્યારાએ સંભાળી લીધેલ હતી.

આ ગુનામાં આરોપી અબુબકર વલીભાઈ મલાડા (મુસ્લીમ મેમણ) રહે , તળજા જી.ભાવનગરનાને પ્રોહીબિશન એકટના ગુનામાં તળાજા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરેલ હોય જેથી પોલીસ ટીમ તળાજા ( ભાવનગર ) મોકલી આરોપીનો કબજો મેળવવામાં આવેલ ત્યાર બાદ આરોપી અબુબકર વલીભાઇ મલાડાનો કોવિડ 19 ટેસ્ટ કરાવી તેનો રિપોર્ટ નેગેટીવ આવતા આરોપીને તા .૧૭ /૧/ ૨૦૨૧ ના કલાક -૧૩ / ૧૫ વાગે અટકાયત કરી નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીના દિન – ૧ ના પોલીસ કસ્ટડી, રિમાન્ડ મેળવવામાં આવેલ છે તથા ગુનાની એફ.આઇ.આર.માં ઇ. પી. કો. કલમ ૧૭૭ ૪૧૯, ૩૮૫નો ઉમેરો કરવામાં આવેલ છે તથા આ ગુનામાં આરોપી અબુબકર વલીભાઈ મલાડા પત્રકાર ના હોવા છતા પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other