માંડવી – શેરુલા રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માંડવી-શેરુલા રોડ પર પુલ બનાવવાની કામગીરી ચાલુ હોઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડીને સદરહુ રસ્તા પર ભારેથી અતિ ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ રસ્તાની અવેજીમાં વૈકલ્પિક માર્ગ તરીકે ફેદરીયા ચોકડી (ઘંટોલી)-માંડવી તરસાડા (એન.એચ.-૫૬) વ્યારા-સોનગઢ-નવાપુર (એન.એચ.-૫૩) નવાપુરથી ગુજરાત આવવા માટે સોનગઢ-વ્યારા-તરસાડા- ફેદરીયા ચોકડી (ઘંટોલી) માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તા. તા. ૦૯/૦૧/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *