તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સીવીલ કોર્ટ આજથી રાબેતા મુજબ શરૂ : વકીલો-અરજદારો કોર્ટ ઉપર આવી પહોચ્યાં : કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે સીવીલ કોર્ટ કાર્યરત છે. કોરોનાં મહામારીને પગલે કોર્ટ અરજદારો માટે પણ બંધ કરી દેવામાં આવી હતી. તાજેતરમાં રાજ્યભરની ગ્રામ્ય વિસ્તારોની કોર્ટો આજથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેનાં પગલે તાલુકા મથક માંગરોળની સીવીલ કોર્ટ આજથી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. કોર્ટના સમયે વકીલો-અરજદારો કોર્ટ ઉપર આવી પોહચ્યાં હતા. કોર્ટ સંકુલમાં પ્રવેશ કરતાં પહેલાં દરેકે કોર્ટના પ્રવેશદ્વાર ઉપર કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ ટેમ્પરેચર, સેનેતાઈઝર અને માસ્ક પહેરીને કોર્ટની ઇમારતમાં પ્રવેશ કરવાનો રહેશે.સાથે જ વકીલ રૂમની બહાર સૂચના બોર્ડ લગાવવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે કેસનું સ્ટેટસ, તારીખ, ઓડર, જજમેન્ટ વગેરે માહિતી વકીલોએ મોબાઈલ, કોમ્યુટર ઉપર સૂચના બોર્ડ ઉપર દર્શાવવામાં આવી છે એ ડાઉન્ડ લોર્ડ કરી એનાં ઉપરથી મેળવી લેવી.આમ ઘણાં લાંબા સમયબાદ આજથી રેગ્યુલર કોર્ટની કામગીરી શરૂ કરવામાં આવતાં વકીલોમાં પણ આનંદની લહેર પ્રસરી છે.