તાપી : જિલ્લા કક્ષાનાં ઇનોવેશન ફેરમાં વિનય મંદિર ગ્રામ ભારતી કહેર-કલમકુઈની સિદ્ધિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, નાયરા એનર્જ લિ., આઇ.ટુ.વી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તાપીનાં સંયુકત પ્રયાસોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે તાલુકાં અને જિલ્લા કક્ષાનાં ઇનોવેશન ફેરનું ડિજિટલ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજન કરાયું હતું. જેમા વિનય મંદિર ગ્રામ ભારતી કહેર-કલમકુઈનાં આચાર્ય હિતેશ પી. માહ્યાવંશી “તરુણો-યુવાનોને મુંઝવતાં પ્રશ્નો અને નિવારણ કાર્યક્રમ” વિષય ઉપર પોતાની કૃતિ રજૂ કરી હતી. જે વાલોડ તાલુકામાં પ્રથમ અને જિલ્લા કક્ષાનાં ફેરમાં પ્રથમ ક્રમાંક મેળવી રાજ્ય કક્ષાનાં ફેર માટે પસંદગી પામેલ છે.
વિનય મંદિર ગ્રામ ભારતી કહેર-કલમકુઈનાં આચાર્ય હિતેશ પી. માહ્યાવંશીની કૃતિ રાજ્ય કક્ષાનાં ફેરમાં પસંદગી પામતા શાળાનાં હોદ્દેદારો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી .