તાપી : વ્યારાનાં વિરપુર ગામે હાઈવે ઉપર ઈકો ગાડીની ટકકરે વાન પલટી મારી ગઈ : સદનસીબે કોઈ જાનહાનિ નહીં
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા તાલુકાનાં વિરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર આજરોજ તા .૧૬ મી નાં સવારે ૧૧ઃ૩૦ કલાકના અરસામાં શાહરૂખ અકબર શેખ ઉ.વ. ૨૭ રહેવાસી ભેસ્તાન , સુરત મારૂતી વાન નંબર જી.જે. ૧૯ – એમ -૪૯૨ માં તેમના સંબંધીઓ સાથે લઈ સોનગઢ થી સુરત જતા હતા તે દરમ્યાન ઈકો ગાડી નંબર જી.જે. ૦૫ આર.ડી. પ૯૪૧ નો ડ્રાઈવર કિશોરભાઈ મજીભાઈ ગલાણી રહેવાસી સુરત બારડોલી થી વ્યારા તરફ આવતો હતો અને અચાનક વ્યારા -તરફ ડ્રાઈવર સાઈડની તરફ પોતાની ઈકો ગાડી વાળી દેતાં શાહરૂખ શેખની મારૂતી વાન સામે ટકકર મારી દીધી હતી . ટકકર લાગતા મારૂતિ વાન ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી , વાનમાં બેસેલા શાહરૂખ શેખ તેમજ તેમના ધર્મપત્ની , સાસુ , દોઢ માસની બાળકી અન્ય સંબંધી તેમજ ડ્રાઈવરને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ પહોંચી હતી . સદનસીબે ગાડી પલ્ટી મારી જવા છતાં કોઈ જાનહાની થઈ નહતી જયારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
જે અંગે વ્યારા પોલીસ મથકમાં ઈકો ગાડીનાં ચાલક કિશોરભાઈ ગલાણી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે . જેની વધુ તપાસ વ્યારા પોલીસ કરી રહી છે .