ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાનું તાપી જિલ્લા જન સંપર્ક કાર્યલય શરૂ થયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાનાં હસ્તે કાનપુરા, નવી વરાહત ખાતે તાપી જિલ્લા જન સંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું.
જેમાં એડ. અજયસિંહ રજપુત ભારત સરકાર અને રાજય સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન – સલાહસૂચન તેમજ યોજનાની કામગીરી કરશે. ગરીબ- જરૂરિયાતમંદ – નિઃસહાય લોકોને વિનામૂલ્ય કાયદાકિય સલાહ આપશે તેમજ મદદરૂપ થશે. કાર્યક્રમમાં બુહારીનાં શ્રી સત્યજીતભાઈ દેસાઈ , શ્રીરામદાસજી મહારાજ , સામાજિક અગ્રણી શ્રી રામભાઈ સિંધી , રવિભાઈ , વિજયભાઈ હેવમોર , શ્રી દિપકભાઈ અગ્રવાલ , શ્રી કેતનભાઈ શાહ વિગેરે ઉપસ્થિત રહયા હતા. માન . ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા જિલ્લા જન સંપર્ક કેન્દ્રમાં હાજર રહી પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવશે . તેમજ સરકારશ્રીની યોજના જેવી કે , વિધવા પેન્થાન, વિકલાંગ પેન્ટાન, ર્મા અમૃતમ યોજના, આવક – જાતીનાં દાખલા, વૃદ્ધ પેન્શન યોજના વિગેરે અંગે માર્ગદર્શન – સલાહ સૂચન તેમજ યોજનાની કામગીરી તેમજ ગરીબ – જરૂરીયાતમંદ તેમજ નિઃસહાય લોકોને ધારાસભ્યશ્રીનાં એડવાઈઝર અજયસિંહ રજપુત દ્રારા વિનામૂલ્ય કાયદાકીય માર્ગદર્શન તેમજ મદદરૂપ થશે.