વ્યારા નગર ભાજપ પરિવાર દ્વારા જનરલ હોસ્પીટલ ખાતે દર્દીઓને ફળ તથા બિસ્કિટનું વિતરણ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ભારતીય જનતા પાર્ટી વ્યારા શહેર પરીવારા દ્વારા જનરલ હોસ્પીટલ વ્યારા ખાતે શહેર પ્રમુખ / મહામંત્રીશ્રીઓની નિમણૂંક થતા ફળ તથા બિસ્કિટ વિતરણનું આયોજન કરાયું હતું. તા . ૫ / ૧૧ / ૨૦૧9ના રોજ ભારતીય જનતા પાર્ટીની નવા સંગઠનની રચના કરવામાં આવેલ જેમાં વ્યારા નગર પ્રમુખ તરીકે વ્યારાના સામાજીક આગેવાન અને વિ.ધારાશાસ્ત્રીશ્રી કુલીન શિરીષ પ્રધાનની વરણી કરવામાં આવેલ તેમજ માહામંત્રી તરીકે રાજુભાઈ રાણા તથા કેયુરભાઈ શાહની વરણી કરવામાં આવેલી . નવા પ્રમુખ-મહામંત્રીશ્રીઓએ જવાબદારી મળ્યાની ઉજવણી નિમિત્તે ગુલાલ, ડી.જે. કે ફટાકડાનો અભિગત ન રાખતા, તાપી જીલ્લાની જનરલ હોસ્પીટલમાં ૧૫૦ દોઢસો જેટલા દર્દીઓને સફરજન, કેળા તેમજ બીસ્કીટનું વિતરણ કરીને નવી જવાબદારીઓની ઉજવણી કરી હતી. જેમા પાર્ટીના મોટી સંખ્યામાં સનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. નવા વરાયેલ પ્રમુખશ્રી કુલીન પ્રધાન દ્વારા તમામ દર્દીઓના સારા સ્વસ્થ માટે પ્રર્થના કરી હતી તેમજ તમામ કાર્યકતાઓનું અભિવાદન કરી આભાર વ્યકત કર્યો હતો.