તાપી : વ્યારાનાં આંબીયા ગામે કુવામાં પડેલા ગલુડીયાને બચાવવા જતાં પોતે કુવામાં પડી જતાં મોત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના આંબીયા ગામે ઝાડી ફળિયામાં રહેતાં જીતેન્દ્રભાઈએ પોતાના ઘરની બાજુમાં આવેલ કુવાના પાણીમાં કુતરાનું બચ્ચું (ગલુડીયુ) પડી જતાં તેને બચાવવા જતાં પોતે પણ કુવામાં પડી જતાં મોત નિપજયું છે.
વ્યારા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ તા . ૧પમીનાં સવારે અંદાજે ૯ કલાકે જીતેન્દ્રભાઈ દલસિંગભાઈ ચૌધરી ઉ.વ. ૫૧ રહે. આંબીયા ગામ, ઝાડી ફળિયું તા. વ્યારાએ પોતાના ઘરની બાજુમાં આવેલ કુવાના પાણીમાં કુતરાનું બચ્યું (ગલુડીયુ) પડી જતા તેમને બચાવવા માટે કુવાની બાજુમાં આવેલ સાગના ઝાડ સાથે નાયલોનનું દોરડુ બાંધી દોરડા મારફતે કુવાના પાણીમાં ઉતરતા હતા તે વખતે અચાનક દોરડુ ટુટી જતા જીતેન્દ્રભાઈ કુવાના પાણીમાં પડી ગયા હતાં. જેમને તરતા આવડતું ન હોય જે કુવામાં આશરે ત્રીસેક ફુટ જેટલું ઉંડુ પાણીમાં ડુબી જવાથી તેઓનું મૃત્યુ થયું હતું. આ અંગે જીતેન્દ્રભાઈનાં પુત્ર કૃણાલભાઈએ વ્યારા પોલીસમાં જાણ કરતાં વ્યારા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે. જેની વધુ તપાસ એ.એસ.આઈ. રાકેશભાઈ રમેશભાઈ કરી રહયાં છે.