તાપી : ભાવનગરનાં કહેવાતા પત્રકારે વ્યારાનાં મેળા સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી

Contact News Publisher

 ( પ્રતિનિધિ દ્વારા , વ્યારા ) : તાપી જીલ્લાનાં વ્યારાનાં મિશન નાકા ઉપર મેળો ચલાવતા ખલીલભાઈ કુરેશી પાસેથી ભાવનગરનાં કહેવાતા પત્રકાર અબુબકર મલાડાએ અગિયાર હજારની માંગણી કરી , મેળા સંચાલકે પૈસા આપવાની ના પાડી દેતા કહેવાતા પત્રકારે ફોન ઉપર ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા વ્યારા પોલીસ મથકે કહેવાતા પત્રકાર તેમજ તેનાં માણસ વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .

વ્યારા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વ્યારાનાં સ્ટેશન રોડ ખાતે રહેતા ખલીલ સમસુદિન કુરેશી ઉ.વ. પર , જેઓ વ્યારા પ્રાંત અધિકારી પાસેથી પરવાનગી મેળવી વ્યારાનાં મિશન નાકા ખાતે ન્યુ સુપર માર્કેટનાં નામે હાલ મેળો ચલાવે છે , જેઓ પાસે ગત્ તા . ૧૪ મી ના રોજ સાંજે ૬ વાગે એક અજાણ્યા ઈસમે આવીને તેનાં મોબાઈલ ફોન ઉપરથી ભાવનગરનાં કહેવાતા પત્રકાર અબુબકર વલીભાઈ મલાડા ( મુસ્લીમ મેમણ ) રહે , તળાજા , જી . ભાવનગર સાથે ફોન ઉપર વાત કરાવી હતી . જેમાં સામેથી ફોન ઉપર અબુબકર મલાડાએ પોતે પ્રેસવાળો હોવાની ઓળખ આપી અજાણ્યા ઈસમને અગ્યાર હજાર આપી દેવાનું કહેતા ખલીલભાઈ કુરેશીએ પૈસા આપવાની ના પાડતા કહેવાતા પત્રકારે ફોન ઉપર નાલાયક ગાળો આપી એકલા મળશો તો જગ્યા પર જ પતાવી દેવાની ધમકી આપી મેળામાં જુગાર ચલાવો છો તેવી ખોટી માહિતી આપી ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી . જે અંગે ખલીલભાઈ કુરેશીએ વ્યારા પોલસને ફરિયાદ કરતાં વ્યારા પોલીસે કહેવાતા પત્રકાર અબુબકર વલીભાઈ મલાડા તેમજ ફોન ઉપર વાત કરાવનાર અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

આ ગુનાની વધુ તપાસ વ્યારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ. પટેલ કરી રહયાં છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other