તાપી : એકલા અટવાયેલ વૃદ્ધ મહિલાને સહારે આવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લા કલેકટર સાહેબશ્રીના અધ્યક્ષતા હેઠળ તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી સંલગ્ન સખી વન સ્ટોપ સેન્ટર તાપી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કાર્યરત છે.
સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે તા.૧૨/૦૧/૨૦૨૧ના રોજ સખી એકલા અટવાયેલ ભૂલા પડેલ મહિલાનો કેસ સખી વન સ્ટોપ સેન્ટર તરફથી રેફર કરવામાં આવેલ હતો.મહિલાને સેન્ટર ખાતે આશ્રય સેવા,તબીબી સેવા અને કાઉન્સેલિંગ સેવા પૂરી પાડવામાં આવેલ.કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે તેઓ તેમની દીકરીના સાસરી મહેસાણા ખાતે મળવા માટે ઘરે કીધા વગર થોડા દિવસો પહેલા નીકળી ગયેલ અને ભૂલા પડી ગયેલ.
આમ,સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તેમનું કાઉન્સેલિંગ કરતાં તેઓના જણાવ્યા અનુસાર તેઓ વ્યારા,કણજા ફાટક પાસે,માલીવાડ ખાતેના રહેવાસી હોઈ રૂબરૂ જઈ સરનામું ચકાસણી કર્યા બાદ તેઓ ત્યાંનાં રહેવાસી હોઈ તેમ જાણવા મળતા તેઓને તેમના પરિવાર સાથે તા.૧૩/૦૧/૨૦૨૧ના રોજ સુખદ મિલન કરાવવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other