માંગરોળના ગીજરમ ગામનાં નવયુવાન ખેડૂતે થાઈલેન્ડમાં થતી એક કીલો વજન ધરાવતાં જમરૂખની સફળ ખેતી કરી, ખેતી પોતાના બાવીસ વિઘાના ખેતરમાં સાત હજાર છોડ રોપી, હાલમાં લઈ રહ્યા છે જમરૂખનું મબલખ ઉત્પાદન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :   દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો આમ તો ડાંગર અને શેરડીની ખેતી જ કરતા હોય છે. ત્યારે માંગરોળ તાલુકાના ગીજરમ ગામના નવ યુવાન ખેડૂત રણધીરસિંહ આડમારે, જમરૂખની આ ખેતીની માહિતી લેવા માટે થાઈલેન્ડ જઇ ત્યાંથી આ જમરૂખની ખેતી અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. જો કે તે પહેલાં રણધીરસિંહાએ ઓલપાડ ખાતે એમનાં મિત્રએ પણ આ ખેતી કરી હોય પ્રથમ ઓલપાડ જઈ પ્રાથમિક માહિતી લઈ પ્રથમ ૬૦૦ રોપા રોપ્યા હતા. ત્યારબાદ એમને આ ખેતી સારી લાગતાં વધુ ૬૪૦૦ રોપા રોપી કુલ ૭૦૦૦ રોપા રોપી એક કીલોનાં વજનવાળી જમરૂખની સફળ ખેતી કરી છે. હવે સમજીએ કે સામાન્ય જમરૂખ અને થાઈલેન્ડના એક કીલો વજન ધરાવતાં જમરૂખની ખેતીમાં શુ ફરક છે, સામાન્ય જમરૂખનું ૫૦ થી ૧૦૦ ગ્રામ જ હોય છે જ્યારે આ જમરૂખનો વજન ૭૦૦ થી ૮૦૦ ગ્રામ જેટલો થાય છે, ફક્ત વજન જ નહીં પણ ભાવમાં પણ ફરક છે. સામાન્ય જમરૂખ હાલ બજારમાં ૧૫ થી ૨૦ રૂપિયામાં મળે છે ત્યારે આ જમરૂખનો ભાવ ૮૦ થી૧૦૦ રૂપિયા છે, હાલ તો ખેડૂત રણજીતસિંહને પોતાની જમરૂખની ખેતીમાંથી રોજ ૧૫૦ કેરેટ જમરૂખનો ઉતારો લઈ રહ્યા છે. અને સારી આવક કમાઈ રહ્યા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other