તાલુકા મથક માંગરોળ ખાતે ઓનલાઈન સુમુલ ડેરીની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા સંપન્ન : તમામ એજન્ડાના કામો સર્વાનુમતે પસાર : સુમુલના ઓડિટરો તરફથી હવે દર ત્રણ મહિને ઓડિટ કરાશે – પ્રમુખ માનસિંહ પટેલ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા એવી સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ સુમુલ ડેરીની ૬૯ મી વાર્ષિક સામાન્ય સભા આજે તારીખ ૧૫ મી જાન્યુઆરીના સવારે દશ કલાકે ઓન લાઈન યોજવા માં આવી હતી.માંગરોળ તાલુકાની દૂધ મંડળીના પ્રતિનિધિઓ માટે માંગરોળ ખાતે આવેલ એસ. પી. એમ. સ્કૂલનાં ટાઉનહોલ માં સુમુલના પ્રમુખ માનસિંહ પટેલનાં અધ્યક્ષપદે યોજાઈ હતી.માનસિંહભાઈ પટેલે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું કે સુમુલ સાથે સુરત અને તાપી જિલ્લાના ૨.૫૦ લાખ પશુપાલકો જોડાયેલા છે. સુમુલ દરરોજ ગામડાનાં પશુપાલકોને છ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવે છે. સુમુલ તરફથી આવ નારા સમયમાં પશુઉછેર પ્રોજેકટ, પશુપાલકો સુમુલનું જ પશુઆહાર વાપવાનો આગ્રહ રાખે, ઘણી દૂધ મડળીઓના મંત્રીઓ પોતે હિસાબો લખતાં નથી અને અન્ય પાસે લખાવે છે. એનાં સ્થાને હવે કોમ્યુટરાઈઝ હિસાબ લખવા પડશે. સહકારી ઓડિટરો ઓડિટ કરે છે. પરંતુ હવે દર ત્રણ મહિને સુમુલ ડેરીના ઓડિટર ઓડિટ કરશે ત્યારબાદ સહકારી ઓડિટરો ઓડિટ કરશે. સુમુલ પાસે હાલમાં વીસ લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતી વ્યવસ્થા કરી દીધી છે. સુમુલ ડેરી કમાવવા માટે નથી પરંતુ સભાસદો માટે છે. એમણે સુમુલના વિવિધ પ્રોજેક્ટો અને ભાવિ યોજનાઓ અને પશુપાલકોને હિતમાં જે નિર્ણયો લેવાયા છે એની વિસ્તૃત માહિતી આઓઈ હતી, કે ત્રણ દિવસ અગાઉ ખાસ કોઈ પ્રશ્ન આવ્યા ન હોય એટલે ચર્ચા કરાઇ ન હતી. કુલ ૧૪ જેટલાં એજન્ડા હતા. આ તમામ એજન્ડાઓનું વાંચન ઇન્ચાર્જ એમ.ડી. એ વાંચનમાં લીધા હતા.જે તમામને સર્વાનુમતે મંજુર કરી પસાર કરવામાં આવ્યા હતા. પશુપાલકો તરફથી જે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તેનાં સંતોષ કારક જવાબો પ્રમુખ માનસિંહભાઇ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઇ પાઠકે આપ્યા હતા.માંગરોળ તાલુકાનાં હર્ષદભાઈ ચૌધરીએ સુમુલ ડેરીએ કોવિડ-૧૯ દરમિયાન જે કામગીરી કરી છે.એ બદલ અભિનંદન પાઠવ્યા હતા. સર્વશ્રી રમણ ભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ વગેરેઓએ પોતાનાં વક્તવ્ય રજૂ કરી સુમુલ ડેરીનાં બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા. સુમુલ તરફથી દર વર્ષે વિવિધ હરિફા ઈઓમાં વિજેતા બનનાર દૂધ મંડળી અને પશુપાલકોને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા.માંગરોળ ખાતે સર્વશ્રી હર્ષદભાઈ ચૌધરી, ભરતભાઈ શિવાભાઈ પટેલ,ચંદુભાઈ વી.વસાવા,ઉમેદભાઈ ચૌધરી,ચંદુભાઈ એમ.વસાવા, દિલીપસિંહ ચૌહાણ, ઈબ્રાહીમ રંદેરા, આસીફ રંદેરા, કિશોરસિંહ કોસાડા, સુમુલના અધિકારી-કર્મચારીઓ, તાલુકાની દૂધ મંડળીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આભારવિધિ ઉપપ્રમુખ રાજુભાઇ પાઠકે આટોપી હતી.