ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ ખાંભલા કેન્દ્રની ચિંચવિહીર શાળાનાં બાળકોએ સ્વ-નિર્મિત પતંગ દ્વારા હર્ષોઉલાશે ઉજવ્યો પતંગ મહોત્સવ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કોરોનાની આ વૈશ્વિક મહામારીના કારણે ઘણા સમયથી શાળાઓ બંધ છે. ત્યારે થોડાં દિવસો પહેલાં જ ધોરણ ૧૦અને ૧૨ નાં વિધાર્થીઓ માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શાળાઓ ખોલી દેવામાં આવી છે. પરંતુ પ્રાથમિક શાળાઓ હજુ બંધ જ છે અને બાળકો શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિવિધ માધ્યમો દ્વારા પોતાનાં ઘેર અભ્યાસ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ ડાંગ જિલ્લાની શાળાઓમાં શિક્ષકો દ્વારા અવનવાં પ્રયોગો અને પ્રવૃતિઓ કરાવી હૉમ લરનિંગને અસરકારક બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે. …સુબીર તાલુકામાં આવેલ ખાંભલા કેન્દ્રની ચિંચવિહીર પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી મનજીભાઈ મેર દ્વારા ઉતરાયણનાં તહેવાર નિમિત્તે પોતાનાં વિધાર્થીઓ માટે “ઉડાન અપને હાથો કી” નામનો એક વિશેષ કાર્યક્રમ હાથ ધર્યો હતો જેમાં બાળકોને પોતાની આસપાસ સરળતાથી મળી રહે તેવાં નકામા પ્લાસ્ટિકનાં કાગળ અને વાંસની સળીઓ માંથી પતંગ બનાવવા અંગેનુ માર્ગદર્શન આપી જાતે જ પતંગની બનાવટ કરાવવામાં આવી. મહત્વની બાબત એ છે કે, આ પતંગ નિર્માણમાં કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી. એટલે કે”વેસ્ટ માંથી બેસ્ટ ” અને પણ કહી શકાય છે.
વળી પતંગના માધ્યમથી ઈતિહાસ, ભૂગોળ, ગણિત,વિજ્ઞાાન અને ભાષા જેવાં બહુવિધ વિષયનું જ્ઞાન પણ પુરું પાડવાનો પ્રયાસ કરેલ.
આ ઉપરાંત શિક્ષક દ્વારા બાળકોને એ પણ સમજ આપવામાં આવી કે, વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ચગાવવી નહિ કારણ કે, આ સમય દરમિયાન જ પક્ષીઓની અવર-જવર વધારે થતી હોય છે. કાચવાળી કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહિ.
સામાન્ય રીતે દર વર્ષે દુકાનમાંથી તૈયાર પતંગો બાળકોને આપીને શાળાઓમાં પતંગ ઉત્સવ ઉજવાતા હોય છે. પરંતુ આ વર્ષે ચિંચવિહીર શાળાનાં બાળકોએ શિક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ પતંગ નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવી પોતાની પતંગ પોતાનાં હાથે જ બનાવી અને ઊડાવીને અનોખી રીતે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી.
હાલ શાળાઓ ભલે બંધ હોય પણ વર્ગ ખંડ અને વર્ગ ખંડની બહાર થતી બધીજ પ્રવૃતિઓ શિક્ષકો બાળકોનાં ઘેર જઈ કરાવીને હૉમ લરનિંગને વધારેમાં વધારે અસરકારક બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ માટે શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઠાકરે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રમેશભાઈ ગામિત , બી.આર.સી શ્રી પરીમલસિંહ તેમજ સી.આર.સી શ્રી જયરાજ ભાઈ તરફથી સતત પ્રેરણા અને માર્ગદર્શન મળી રહેતા ડાંગ જિલ્લાનાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓ અને અવનવાં પ્રયોગો કરાવી હોમ લાર્નિંગ શિક્ષણને અસરકારક બનાવવાના પૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહયાં છે.