જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ડાંગ કલેક્ટરને આંદોલન કરવા અંગે એક લેખિત અરજી આપી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વિશ્વ વ્યાપી કોરોના કહેર ને લઇ ગુજરાત રાજ્યમાં ૧૬ જાન્યુઆરીથી કોરોનાં રસી આપવાનો નક્કી કરવામાં આવ્યું છે.
જ્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓના રાજ્ય કક્ષાના પ્રશ્નોનું સમાધાન મુજબ નિરાકરણ ન આવતાં આખરે આંદોલન કરવા મજબૂર બન્યા છે. અને આ સંદર્ભે જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ડાંગ કલેક્ટરને આંદોલન કરવા અંગે એક લેખિત અરજી આપી છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર નાં નેતૃત્વ હેઠળ ગત તારીખ ૨૭/૨/૨૦૧૯ અને ૨૫/૧૨/૨૦૧૯ દરમિયાન રાજ્યવ્યાપી આંદોલન અંગેનાં જડબેસલાક કાર્યક્રમ આપી લડત આપવામાં આવેલ હતી. જે બાદ સરકાર દ્વારા પ્રશ્નો નું નિરાકરણ લાવવા લેખિત અરજી આપવામાં આવી હતી. પરંતુ આરોગ્ય કર્મીઓ દ્વારા આપવામાં આવેલ અરજીનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું તે અરસામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આરોગ્ય કર્મીઓ હાલમાં હડતાલ પર ઉતરી જવા મન બનાવી દીધો હોય તેમ જણાય રહયું છે
૧૬ જાન્યુઆરીએ થી રાજ્યમાં કોરોનાં રસી આપવાની કામગીરી નો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાળ નું એલાન કરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મીઓ દ્વારા રાજ્ય વ્યાપી હડતાળ ને પગલે ડાંગ જિલ્લા આરોગ્ય મંડળ પણ હડતાળ ઉપર જવા માંગે છે. ત્યારે આજરોજ આરોગ્ય કર્મીઓ દ્વારા ડાંગ કલેક્ટર ને લખીત અરજી આપી આંદોલન કરવા અંગે પરવાનગી માંગી હતી.