માંગરોળની મોટામિયાં બાવાની ઐતિહાસિક દરગાહ ખાતે ઉર્સ – મેળો મોકૂફ રાખી દેશમાંથી કોરોના દૂર થાય તે માટે હાલનાં ગાદીપતિની હાજરીમાં પ્રાર્થના કરવામાં આવી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી અને ઘેર ઘેર ગાય પાળો, કોમી એકતા, ભાઇ ચારો, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષ વાવો જેવા અભિયાન ચલાવતી ઐતિહાસિક મોટામિયા માંગરોળની ગાદી એ દર વર્ષે પોષ સુદ એકમથી પંદર દિવસ સુધી મેળો ભરાય છે. આ વર્ષે ૧૪ મી જાન્યુઆરીથી શરૂં થનાર મેળાની ઉજવણી કોરોના મહામારીને ધ્યાનમા લઇ મોકૂફ રાખવામાં આવી છે.મોટામિયાં માંગરોળની ગાદીના હાલના એકમાત્ર ગાદીપતિ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનું ઐતિહાસિક પ્રવેશદ્વાર ખાતે આગમન તથા સાદગીપૂર્ણ અનોખી ઢબે સોશિયલ ડિસ્ટંસ રાખી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમની હાજરીમાં સાદગીભરી રીતે સંદલ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ દરમિયાન આ પવિત્ર દિવસે આપણા દેશમાંથી તેમજ વિશ્વમાંથી પણ આ મહામારી દૂર થાઈ તે માટે ખાસ દુઆ (પ્રાર્થના) કરાઇ હતી.આ કાર્યક્રમ માં પીર મોઇનુદ્દીન ચિશ્તી, ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી અને કુટુંબીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પંદર દિવસ દરમિયાન ગાદીપતિ ખ્વાજા સલીમુ દ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ મોટામિયાં માંગરોલ ખાતે મુલાકાત આપશે, જે માટે તમામને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાણવવા, માસ્ક પહેરવા, હાથ વારંવાર હાથ સાબુ થી ધોવા તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સંબંધિત સૂચના ઓનું પાલન કરવા માટે લોકોને અનુરોધ કરાયો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other