સરકાર તરફથી તુવેર, ચણા અને રાઈડાના ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા, તા. ૧૫મી થી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકાર તરફથી તુવેર, ચણા અને રાઈડા ના ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે.અને આવતી કાલે તારીખ ૧૫ મી થી તુવેરની રજિસ્ટ્રેશનની કામગી રી શરૂ પણ શરૂ કરવામાં આવનાર છે.તુવેરનો પ્રતિ કવિન્ટલ છ હજાર રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.આ અંગેની રજિસ્ટ્રેશનની કામગીરી આવતી કાલે તારીખ ૧૫ જાન્યુઆરી થી તારીખ ૩૧ મી જાન્યુઆરી દરમિયાન કરવાની રહેશે.આ અંગેનું રજિસ્ટ્રેશન ઇ-ગ્રામ કેન્દ્ર ઉપર થઈ શકશે.જ્યારે તુવેરની ખરીદી તારીખ ૧ ફેબ્રુઆરી થી તારીખ ૧ લી મે દરમિયાન કરવામાં આવનાર છે.આ માટે સરકારે ૧૦૫ APMC ઓને પણ મંજૂરી આપવામાં આવી છે.માટે પ્રમાણિત કરેલી આધારકાર્ડની નકલ,બેંકનો કેન્સલ કરેલો ચેક, બેંક પાસ બૂકનાં પ્રથમ પાનાની નકલ,૭ તથા ૧૨ અને ૮ અ ની નકલો,તલાટીનો વાવેતરનો દાખલો, રજિસ્ટ્રે શન કરાવતી વખતે ઉપરોક્ત તમામ દસ્તાવેજ અપ લોડ કરવામાં આવ્યા છે કે કેમ તેની ખાત્રી કરી લેવાની રહેશે.જ્યારે ચણા નો પ્રતિ કવિન્ટલ ૫૧૦૦ રૂપિયા અને રાયદાનો પ્રતિ કવિન્ટલ ૪૬૫૦ રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.આ માટેનું રજિસ્ટ્રેશન તારીખ ૧ ફેબ્રુઆરી થી તારીખ ૧૫ ફેબ્રુઆરી દરમિ યાન કરી શકાશે.જ્યારે આ બે પાકોની ખરીદી તારીખ ૧૬ મી ફેબ્રુઆરી થી તારીખ ૧૬ મી મે દરમિયાન કરવામાં આવશે.ચણાની ખરીદી માટે ૧૮૮ અને રાયડા ની ખરીદી માટે ૯૯ APMC ઓને મંજૂરી આપ વામાં આવી છે.તદ્ ઉપરાંત રાજ્યનાં અન્ન અને નાગ રિક પુરવઠા ખાતાનાં ગોડાઉન ખાતે પણ ખરીદી કરવામાં આવશે.