માંગરોળનાં મોસાલી દૂધ મંડળી ખાતે સુરત જિલ્લા અને શહેરના વાહનોને ટોલનાકામાંથી મુક્તિ આપવા પ્રશ્ને મળેલી બેઠક

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તારીખ ૧૩મીનાં  બુધવારના રોજ માગરોળ તાલુકાના મોસાલી ગામ ખાતે મોસાલી દૂધ મંડળી ખાતે સુરત જિલ્લા અને શહેરના નાગરિકોના વાહનોને ભાટિયા તથા કામરેજ ખાતેના ટોલનાકા પર ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે ના કર સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં મકસુંદભાઈ માજરા, મનીષભાઈ વસાવા, રીતેશભાઈ ગામીત, ગ્રામ પંચાયતના સભ્ય મહમ્મદભાઈ કારા, અનિલભાઈ વસાવા, અલતાફ જીભાઈ, ફારૂકભાઈ ખલિફા, હનીફભાઈ માજરા, સોયેબ માજરા સહિતના મોસાલીના આગેવા નો સાથે “ના કર” સમિતિના સભ્ય અને ખેડૂત આગેવાન દર્શન ભાઈ નાયક સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં હાજર આગેવાનોએ ના કર સમિતિને આંદોલનમાં દરેક રીતે સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી. દર્શનભાઈ નાયક દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી ૧૫ મી જાન્યુઆરી પછી સુરત શહેરના દરેક વોર્ડ દીઠ માજી કોર્પોરેટર તેમજ સામાજિક આગેવાનો સાથે મળી શહેરની દરેક સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરી આંદોલનને વ્યાપાક બનાવવામાં આવશે તેમજ ના કર સમિતિ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ના કર સમિતિ દ્વારા આંદોલનને મજબૂત કરવામાં આવશે અને કાયદાકીય રીતે કોર્ટમાં પણ લડત લડવામાં આવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other