વાંકલ ગામે માર્ગ પર બેફામ દોડતા સ્ટોન ક્વોરીના ટ્રક ડંમ્પરો બંધ કરાવવાની માંગ ઉઠી

Contact News Publisher

યંગ સ્ટાર ગ્રુપના સભ્યોએ વાંકલ ગ્રામ પંચાયતને લેખિત ફરિયાદ કરી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના વાંકલ ગામના મુખ્ય માર્ગ ઉપર આડેધડ બેફામ દોડતા ટ્રક ડમ્પરોથી વારંવાર અકસ્માતો સર્જાતા વાંકલ યંગ સ્ટાર ગ્રુપના સભ્યોએ વાંકલ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ મામલતદાર અને પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી ટ્રક ડમ્પર બંધ કરાવવાની માંગ કરી છે.
વાંકલ ગામે છેલ્લા એક માસમાં બેફામ દોડતા ટ્રક-ડમ્પરોને કારણે સાતથી વધુ અકસ્માતો સર્જાયા છે ત્યારે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અગાઉ મુખ્ય બજારમાં એક ૬૦ વર્ષીય મહિલાને એક ડમ્પર અડફેટે લીધી હતી તેમજ છેલ્લા બે દિવસમાં ધોળીકુઈના પાટીયા પાસે રિક્ષાને ટ્રકે અડફેટે લીધી હતી.જ્યારે વાંકલ હાઇસ્કૂલ નજીક બાઈક ચાલકને એક ડમ્પરે અડફેટે લીધો હતો જેમાં કંટવાવ ગામનો અર્પિતકુમાર નવીનભાઈ ચૌધરી ગંભીર રીતે ઘવાયો છે તેની સારવાર સુરત ખાતે ચાલી રહી છે.છેલ્લા એક માસમાં અનેક બનાવો બનતા વાંકલ યંગ સ્ટાર ગ્રુપના સભ્યો સંતોષભાઈ મૈસુરીયા, પ્રિયંકભાઈ ચૌધરી,દીપકભાઈ ચૌધરી સહિતના કાર્યકરો દ્વારા વાંકલ ગ્રામપંચાયતના સરપંચ ભરતભાઈ વસાવાને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું છે જેમાં તેઓએ આડેધડ બેફામ દોડતા ટ્રક ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં, તેમણે સરકારના નિયમો મુજબ કપચીની ટ્રક ઉપર જરૂરી આવરણ બાંધવાનું હોય છે પરંતુ ટ્રક ચાલકો દ્વારા આવી કોઇ વ્યવસ્થા ન કરવામાં આવતા રસ્તા ઉપર કપચી ઓઠવ પડી રહી છે જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.જેથી આ સમસ્યાના નિરાકરણ માટે યંગસ્ટર ગ્રુપના સભ્યો દ્વારા માંગરોળના મામલતદાર અને માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆતો કરી અકસ્માતોનું પ્રમાણ ઘટે એ માટે જરૂરી તકેદારીના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other