વાંકલ ગામે હાઇસ્કુલ નજીક ટ્રક અડફેટે ઈજા પામેલા બાઈકચાલક યુવકનું સારવાર દરમિયાન મોત
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : વાંકલ-ઝંખવાવ મુખ્ય માર્ગ ઉપર એન.ડી. દેસાઈ સ્કૂલ સામેથી પસાર થતાં આ માર્ગ ઉપર હાઈવા નંબર જીજે-૨૧-ડબ્લ્યુ-૪૪૪૯નાં ચાલકે, મોટર સાયકલ નંબર જીજે-૧૯-બીસી-૧૯૧૯ નાં ચાલકને અડફેટે લેતાં મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ માર્ગ ઉપરથી કંટવાવ ગામનો અર્પિત ચૌધરી પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહયો હતો તે દરમિયાન ઉપરોક્ત હાઈવના ચાલકે સ્કૂલની સામે અડફેટે લેતાં અર્પિતને માથામાં, છાતીમાં,ખભામાં અને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી.જ્યારે પગમાં ફેક્ચર થવા પામ્યું છે. જેથી અર્પિતને પ્રથમ ઝંખવાવની સરકારી રેફરલ હોસ્પિટલમાં ૧૦૮ ની મદદથી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી બારડોલી ખાતેની સરદાર સ્મારક હોસ્પિટલમાં અને ત્યારબાદ સુરતની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતાં આ હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર દરમિયાન ૧૩ જાન્યુઆરીનાં રોજ તેનું મોત થયું હતું ત્યારબાદ તેનું પીએમ કરી મૃતદેહ કંટવાવ ગામે અગ્નિદાહ માટે લાવવામાં આવ્યો હતો.