સરકારી તાલુકા પુસ્તકાલય વઘઇ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સરકારી તાલુકા પુસ્તકાલય વઘઈ દ્વારા પ્રતિવર્ષ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ની ઉજવણી ૧૨ મી જાન્યુઆરીએ કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં રવિભાઈ સૂર્યવંશી સોનુભાઈ ભીવસન, દીપ્તેસ પટેલ, તરુણ, કૃણાલ, કિંજલબેન, પ્રિયંકાબેન અન્ય વાચકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા. તારીખ ૧૨/૧/૨૦૨૧ ના રોજ વઘઇ પુસ્તકાલય જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય યુવા દિવસના કાર્યક્રમનો લાભ લીધો હતો. આ પ્રસંગે રવિભાઈ સૂર્યવંશી એ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિગતવાર માહિતી આપી હતી. જેમાં તરુણભાઈ તથા અન્ય વાચકોએ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉદા મહેનત કરી તે બદલ ગ્રંથાલય વતી સોને આભાર વ્યક્ત કર્યો હતો.