તાપી જીલ્લાને COVISHIELD વેક્સિનના કૂલ ૭૭૮૦ ડોઝ પ્રાપ્ત થયા
(માહિતી વિભાગ દ્વારા, તાપી) : તારીખ ૧૬.૦૧.૨૦૨૧ ના રોજ સમગ્ર દેશમા પ્રથમ તબક્કાનું આરોગ્ય કર્મીઓ માટેનું કોવીડ ૧૯ નું વેક્સીનેશન ડ્રાઇવ શરૂ થનાર છે. જેના ભાગરૂપે તાપી જીલ્લામા તારીખ ૧૬.૦૧.૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ વેક્સિનેશન ડ્રાઈવનું ચાર સ્થળોએ લોન્ચીંગનું આયોજન કરેલ છે.
૧) જનરલ હોસ્પિટલ, વ્યારા,
૨) સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગડત,
૩) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બુહારી અને
૪) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિંગપુર.
• આજ રોજ તાપી જીલ્લાને કોવિડ-૧૯ વેક્સિનેશન માટે SERUM INSTITUTE OF INDIA, PUNE દ્વારા તૈયાર કરવામાં આવેલ COVISHIELD વેક્સિન મળેલ છે જે સંપુર્ણ સુરક્ષિત છે.
• જીલ્લાને COVISHIELD વેક્સિનના કૂલ-૭૭૮૦ ડોઝ મળેલ છે જે પૈકી ૭૦ ડોઝ સેન્ટ્રલ ગવર્નમેન્ટના હેલ્થ કેર વર્કર્સ માટે તથા ૭૭૧૦ ડોઝ સ્ટેટ ગવર્નમેન્ટના હેલ્થ કેર વર્કર્સ માટે ફાળવવામાં આવેલ છે. આ રસીકરણ માટે તાપી જીલ્લામાં સરકારી તથા ખાનગી સંસ્થાના કૂલ-૬૩૩૧ હેલ્થ કેર વર્કર્સની નોંધણી કરવામાં આવેલ છે.
• કોવિડ-૧૯ વેક્સિનેશન ડ્રાઈવ લોન્ચીંગ સાઈટ દીઠ પ્રથમ ૧૦ લાભાર્થીઓ પૈકી ૫ ડોક્ટર્સ (સરકારી તથા ખાનગી) તથા ૫ અન્ય સ્ટાફ (પેરામેડિકલ સ્ટાફ, સ્ટાફનર્સ, ડ્રાઈવર, વોર્ડ આયા, વોર્ડ બોય)ને વેક્સિનેશન કરવામાં આવશે ત્યારબાદ અન્ય હેલ્થ કેર વર્કર્સને વેક્સિનેશન કરવામાં આવશે.
• જીલ્લા વહીવટીતંત્ર દ્વારા માનવબળ, લોજીસ્ટીક, કોલ્ડ ચેઇન અને તાલીમ અંગેની સંપુર્ણ તૈયારીઓ કરવામા આવેલ છે. જીલ્લાના વિવિધ સ્થળોએ બે તબક્કાઓમા રસીકરણનું ડ્રાય રન (મોક ડ્રીલ) સફળતાપુર્વક પુર્ણ કરવામા આવેલ છે.