તાપી : ફિટ ઇન્ડિયા રાજ્યકક્ષાની યુવા ચિત્રકલા સ્પર્ધા : તા. ૩૦ જાન્યુઆરી સુધીમાં કૃતિ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને મોક્લવાની રહેશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા સંયુકત રીતે “ ફિટ ઇન્ડિયા “ કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર “ ફિટ ઇન્ડિયા “ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવીને તથા કૃત્તિની પાછળ સ્પર્ધકનું નામ ,સરનામું ,મો.નં, ઇ-મેઇલ આઇ ડી, જેવી વિગતો ભરીને તા.૩૦/૦૧/૨૦૨૧ સુધીમાં યુવા વિકાસ અધિકારી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન પાનવાડી બ્લોક નં,૬ પ્રથમ માળ વ્યારા,જિ.તાપી ખાતે બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલવાની રહેશે. કૃતિની સાથે સ્પર્ધકે પોતાના ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ,ચુટણીકાર્ડ,પાનકાર્ડ,ડ્રાઇવીંગ લાઇસન્સ) ની નકલ પણ આપવાની રહેશે. આ કૃતિઓમાંથી ૧૦ કૃતિઓ પસંદ કરવામાં આવશે અને તા.૧૧/૦૨/૨૦૨૧ના રોજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે પસંદગી પામેલ ૧૦ કલાકારો વચ્ચેની રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦૦ દ્રિતિય વિજેતાને રૂ.૭૫૦૦ તૃતિય વિજેતાને રૂ.૫૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૨૫૦૦ (પ્રત્યેકને) ઇનામ આપવામાં આવશે.
…..