પાલ ગામની નગર પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા પ્રકાશ પરમાર
શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની સાર્ધ શતાબ્દી નિમિત્તે રજૂ કરેલ એક પાત્રીય અભિનય ૧૮ મિનિટ સુધી સ્વામીજીને મંચસ્થ કરવાનો મારો નમ્ર પ્રયાસ હતો, અલબત્ત એને સાહસ પણ કહી શકો – પ્રકાશ પરમાર
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પાલ ગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા પ્રાથમિક શાળા ક્રમાંક-૩૧૯ ના મુખ્યશિક્ષક પ્રકાશભાઈ પરમાર ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની માતૃભાષા બચાવો અભિયાન સ્પર્ધામાં એક પાત્રીય અભિનય વિભાગમાં સહભાગી થયા હતા.
કલા અને સાહિત્ય સાથે વિશેષ નાતો ધરાવનાર બહુમુખી પ્રતિભાવાન પ્રકાશભાઈ પરમાર (મૂળ રહેવાસી-કીમ તા. ઓલપાડ) સારા વક્તા અને અભિનેતા પણ છે. તેઓ સ્વામી વિવેકાનંદ, કવિ નર્મદ, સમ્રાટ અશોક જેવા ઐતિહાસિક પાત્રોને મંચ પર જીવંત ચૂક્યા છે. સમગ્ર શાળા પરિવારે તેમને ગૌરવભેર અભિનંદન પાઠવ્યા હતા.