માંડવી અને ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડુતોમાં નવો આનંદ અને ઉલ્લાસ છવાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કાકરાપાર-ગોડધા-વડ ઉદ્દવહન સિંચાઈ યોજના સાકાર થતાં માંડવી અને ઉમરપાડા તાલુકાના આદિ વાસી ખેડુતોમાં નવો આનંદ અને ઉલ્લાસ છવાયો છે. અંતરિયાળ વિસ્તારના આદિવાસી ગામોમાં વિકાસની ગાથામાં વિકાસનું નવું પ્રકરણ ઉમેરાયું છે. માંડવી તાલુકાના ખરેડા ગામના વતની ૬૦ વર્ષીય ખેડુતશ્રી નારણભાઈ માઘાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમારો તાલુકો ડુંગરાળ વિસ્તારમાં આવેલો છે. ચોમાસામાં ખૂબ સારો વરસાદ વરસે છે, પરંતુ શિયાળાના અંતે તેમજ ઉનાળાના દિવસોમાં પાણીની ખૂબ તંગી રહે છે. આવી સ્થિતિમાં સિંચાઈની સગવડ તો એક સ્વપ્ન સમાન હતી. અમારા બાપ-દાદાઓએ જોયેલા સપના ઓ આજે આજે સાકાર થવા જઈ રહ્યાં છે. ૩૭ માળ જેટલી ઊંચાઈએ પાણી લિફ્ટ કરીને અમારા ખેતરો સુધી પહોચશે, જે બદલ અનેરા આનંદની લાગણી નારણભાઈએ વ્યકત કરી હતી.