માંગરોળ-માંડવી તાલુકાનાં ખેડૂતો માટે ૫૭૦ કરોડનાં ખર્ચે ઉભી કરાયેલ પાઈપ લાઈન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીએ કરેલું ઉદ્દઘાટન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ અને માંડવી તાલુકાનાં ૮૯ ગામોનાં ખેડૂતોની ૪૯,૫૦૦ એકર જેટલી જમીનને સિંચાઇ વિસ્તાર હેઠળ આવરી લેવા તથા આ ગામોનાં ૨૯૦૦ ખેડૂતોને ૫૭૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ગોરધા-વડ ઉદવહન પાઈપ લાઈન સિંચાઇ યોજનાનો લાભ મળશે. આજે તારીખ ૧૦ મી જાન્યુઆરીના રોજ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે લોકપર્ણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ રાજ્યનાં જળસંપત્તિ વિભાગનાં સચિવ એમ.કે. જાદવે યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્યમંત્રી એ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું કે આદિવાસી સમાજનું જે સ્વપ્ન હતું જે આજે પૂર્ણ થયું છે. આ વિસ્તાર માટે આજનો દિવસ એંતિહાસિક દિવસ ગણાશે.કોગ્રેસ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું કે કોગ્રેસી સરકારે આદિવાસી સમાજની કોઈ માંગણીઓ સ્વીકારી ન હતી. આદિવાસીઓને માત્ર જવાબ મળતો હતો કે તમારો વિસ્તાર ખૂબ ઉંચાઈ ઉપર આવેલો હોય સિંચાઈનું પાણી મળી શકે એમ નથી. હવે ખેડૂતો વર્ષમાં ત્રણ વાર વિવિધ પાકો લઈ શકશે. આ યોજનાં શરૂ થવાથી આદિવાસી સમાજનું આખું જીવન બદલાઈ જશે. ત્યારબાદ મુખ્યમંત્રી એ ડીજીટલ માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારબાદ માનવમેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે પાણી, વીજળી વીનાં વિકાસ અશક્ય છે.કોગ્રેસની સરકારમાં પાણી, વીજળી સમયસર ન મળતાં ખેડૂતોએ આત્મહત્યા કરવી પડતી હતી. એમનાં શાસનમાં લગડી વીજળી, અપૂરતું પાણી મળતું હતું.પાકો થાય તો ખેડૂતોને પૂરતાં ભાવો મળતા ન હતા. આદિવાસી વિસ્તારોમાં ચાર હજાર કરોડ રૂપિયાની સિંચાઇ યોજનાઓ મંજુર કરી છે. જેમાંથી બે હજાર કરોડની યોજનાઓ કાર્યરત થઈ ગઈ છે એમણે જણાવ્યું કે આદિવાસી સમાજ સુખી,સંપન્ન બને એ માટે સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. હાલમાં રાજ્ય સરકારનું કુલ બજેટ બે લાખ અને દશ હજાર કરોડ રૂપિયાનું છે. જ્યારે કોગ્રેસનાં શાસનમાં માત્ર આંઠ હજાર કરોડનું બજેટ રહેતું હતું. ભાજપ સરકારે નેવના પાણી મોભે ચઢાવ્યું છે. એમણે વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. એમણે મહિલાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. માડવી તાલુકાનાં ૬૧ અને માંગરોળ તાલુકાનાં ૨૮ ગામોનાં ખેડૂતોને લાભ મળશે.આ યોજનામાં ૩૨ કી.મી. લંબાઈમાં માઈલ્ડ સ્ટીલની પાઈલલાઈન નાંખવામાં આવી છે. ૩૬૮ ફૂટ જેટલી ઉચ્ચાઈમાં પાણી લીફટ કરી માંગરોળ તાલુકાનાં વડગામ સુધીનાં આદિજાતિ વિસ્તારનાં ગામોમાં સિંચાઇ માટે પહોંચાડવામાં આવ્યું છે. ઉદવહન સિંચાઇથી આ વિસ્તારનાં આદિવાસી ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી છે. આ યોજના મારફતે સઠવાવ અને પાતલદેવી ખાતેનાં બે મોટા તળાવોમાં પાણી ભરવામાં આવ્યા છે. પ્રસરી છે.આ યોજના આ વિસ્તારમાં ઉભી કરાવવા માટે માંગરોળનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કરેલા પુરુષાર્થ બદલ આ બંને તાલુકાનાં આદિવાસી ખેડૂતોએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રભુદાસ વસાવા, મોહનભાઈ ઢોડીયા, સંદીપ દેસાઈ, દિલીપસિંહ રાઠોડ, વી.ડી. ઝાલાવાડિયા, માનસિંહ પટેલ, નરેશ પટેલ, ભરતભાઈ એસ.પટેલ, રાકેશભાઈ સોલંકી, ઝખાના પટેલ, કલેક્ટર ડો.ધવલ પટેલ, DDO હિતેશ કોયા, પ્રીતિબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other